નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓના ધરણા

ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

મૌન ધારણ કરી કર્મચારીઓએ નિવૃત્તિ પેન્શન શિક્ષકોની કાયમી ભરતી સહિત પોતાના પેન્ડિંગ પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા ની માંગ

નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ એ પોતાની વર્ષોથી પેન્ડિંગ માંગડીઓ સદમ સંદર્ભે આજનો ડેડીયાપાડા ખાતેની એ એન બારોટ હાઈસ્કૂલના ફટાકડમાં મોહન ધારણા કરી સરકારની નીતિ સામે પોતાનો વિરોધ પ્રદર્શન કરી પોતાની પડતર માગણીઓ ત્વરિત જ પૂર્ણ કરવામાં આવે ની માંગણી સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું.

ડેડીયાપાડા ખાતે યોજાયેલા મૌન ધરણા ના કાર્યક્રમમાં આચાર્ય સંઘ, શૈક્ષણિક સંઘ, બિન શૈક્ષણિક સંઘ, તેમજ શાળા સંચાલક મંડળ સંઘોના ડેડિયાપાડા અને સાગબારા નાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને ધરણા પ્રદર્શનનો કર્યા હતા અને સરકાર સમક્ષ પોતાની 1/4 /2005 પહેલા નિમણૂક પામેલા કર્મચારીઓની પેન્શન અંગેનો ઠરાવતો કરવા, શિક્ષકોની કાયમી ભરતી કરવા, બિન શૈક્ષણિક કર્મચારીઓ જેવા કે કારકુન પટાવાળા ગ્રંથપાલ જેવાની ભરતી કરવા, કેન્દ્ર સરકારના ધોરણે કર્મચારીના 10% કપાત ની સામે સરકારના 14% સીપીએફ જમા કરાવવાનો પરિપત્ર જાહેર કરવા, પરિણામ આધારિત ગ્રાંટોની નીતિ જે સરકારે હાલ અમલી બનાવેલી છે તેને રદ કરવા, વહીવટી કર્મચારીઓને બઢતી આપ્યા બાદ નવી ભરતીઓ કરવા, નિવૃત્તિ સમયે ૩૦૦ રજાઓનો પગાર રોકડમાં રૂપાંતર કરવા ની માગણીઓ સાથે મૌન ધારણ કરી સરકાર સામે આગામી દિવસોમાં પોતાની માંગણીઓ ઓ પૂર્ણ નહીં કરાય તો આગામી દિવસોમાં આંદોલન જલદ કરવાના સંકેતો આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here