નર્મદા જીલ્લાના ડેડીયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં “જનસેવા એજ પ્રભુ સેવા “નું સૂત્ર સાર્થક કરતાં અંકલેશ્વરના સેવાના ભેખધારી મિત્રો

ડેડીયાપડા, (નર્મદા) આશિક પઠાણ :-

ડુમખલની સરકારી માધ્યમિક શાળા ખાતે ઝાયડસ લાઇફસન્સ કંપનીના કર્મચારીઓ દ્વારા વિધાર્થીઓ ને સ્ટેશનરી કીટ નું વિતરણ કરાયું

સામાજિક સેવા એ મનુષ્યના હૃદયમાં અસ્તિત્વ ધરાવતી સંવેદના જેવા મૂલ્ય નો એક સુક્ષ્મ ભાગ છે. ત્યારે કુદરતી કોઈપણ પ્રકારની આફતો કે ઉભી થયેલ પરિસ્થિતિ સામે વ્યક્તિ લાચાર હોય છે ત્યારે માણસ જ માણસને માનવતાના ધોરણે મદદ કરતો હોય છે એટલે કે મદદ કરવાની ભાવના જેનું નામ છે સંવેદના.

સંવેદનશિલ સજ્જનો પોતાની સામાજિક ઉમદા સેવા સમાજ ને કાયમ પ્રદાન કરતા જોવા મળે છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ના પૂર્વપટ્ટી વિસ્તારમાં અંકલેશ્વર માં આવેલ ઝાયડસ લાઇફસન્સ કંપની માં ફરજ બજાવતા કર્મચારીઓ જેઓની કોઈ સંસ્થા નથી કે નથી કોઈ સ્પેશ્યલ કોઈ દાતા પરંતુ છે એક સંનિષ્ઠ કર્મયોગી મિત્ર મંડળ. આ મિત્ર મંડળ ના ઍક સદસ્ય પ્રવિણભાઈ પટેલ નાં એક અલગ અંદાજ અને ઉમદા, કર્મનિષ્ઠ સેવાના કાર્ય માટે એમના વિચારો સાથે સંમત થઈ તેમના સાથી મિત્રો, વડીલો સાથે ભેગા મળીને પોતાના પગાર માંથી થોડી થોડી રકમ એકઠી કરી ખૂબ સરાહનીય સેવાનું કાર્ય કરી રહ્યા છે, જે આજના યુગમાં “માનવ સેવા એ જ પ્રભુ સેવા” ના સૂત્રને સાર્થક કરે છે .
મિત્ર મંડળ ના મિત્રો એ માનવ સેવા કરવાનું નક્કી કર્યું , ગરીબો ની વ્હારે આવવાનું વિચારી અને એમના ગૃપનાં 13 થી 15 જેટલા કર્મચારીઓ ભેગા મળીને એક ઉમદા નિર્ણય લીધો હતો અને ગરીબ બાળકોની સેવા કરવા માટે અંકલેશ્વર થી પોતાનો સમય કાઢીને છેક ડેડીયાપાડા ના ખુબજ અંતરીયાળ વિસ્તારમાં આવેલી સરકારી માધ્યમિક શાળા ડુમખલ ના બાળકોને નોટબુક, પેન, પેન્સિલ, પાણીના બોટલ, સ્કૂલ બેગ ની ખૂબ મોટી સેવા પૂરી પાડી હતી.

પ્રવિણભાઈ પટેલ અને તેમના મિત્ર મંડળ જેવા સેવા ભાવિ વ્યક્તિઓ ને અને સાથે આવેલ સમગ્ર એમની ટીમને કે તેઓ બધા ભેગા મળી સેવાકીય પ્રવૃત્તિ કરી ગરીબ આદિવાસી બાળકો માટે ઊર્જા રૂપ બન્યા અને માનવ જીવનમાં સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

શાળાના આચાર્ય સુરેન્દ્રભાઈ વસાવા દ્વારા સૌ કર્મચારીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા અને એમના જીવન માં ખૂબ ખુશી મળે અને ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here