રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં તબીબો દર્દી ઓની વિઝીટ કરતાં નથી – આરોપો વચ્ચે તબીબોએ દર્દીઓની વોર્ડમા મુલાકાત લીધી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સરકારી તંત્રનો તસવીરો પ્રસિદ્ધ કરી સબ સલામત બતાવવાનો પ્રયાસ

નર્મદા જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ ની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે તયારે સારવાર બાબતે તેમજ મરણાંક તેમજ અન્ય સુવિધાઓ બાબતે રાજપીપળા કોવિડ હોસ્પિટલ ના સંચાલકો સામે પશ્રો કાયમજ ઉઠતા રહયા છે, જાળી ચામડી ના સેવકો મગ નુ નામ મરી પાડવાય તૈયાર નથી !!! દવાખાનામાં દાખલ કોરોના પોઝિટિવ દર્દી ઓ સહિત તેમના સગા સબંધીઓ એ અનેક આરોપ લગાવી તંત્ર ની કોરોના સામે ની કામગીરી ને શંકા ના દાયરા મા મુકી છે.

ત્યારે એક ફરિયાદ એવી પણ ઉઠી હતી કે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવતાં દર્દી ઓ ની નિયમિત વિઝિટ તબીબો દ્વારા લેવામાં આવતી નથી !! દવાખાનામાં દાખલ કરવામાં આવેલ કે થયેલ કોરોના પોઝિટિવ દર્દી ઓને એકવાર ગોળીઓ આપી દેવાની પછી તમે તમારે ખાયે રાખો દર્દી ઓ ની મુલાકાતે એકાદવાર જો ચાલ્યા જાય તો તેમનો આભાર માનવાનો , દવાખાનામાં બહાર ના તબીબો ને વિઝિટ માટે બોલાવવામાં આવતા દરેક વિઝિટ માટે હજારો રુપિયા ચુકવવામાં આવતા પરંતુ એ પણ એક જાતની ફોરમાલિટી થતી હોય એવુ દર્દીઓ દ્વારાજ જાણવા મળ્યું છે.

જો કોઈ દર્દી ની વધુ તબિયત બગડે જનરલ વોર્ડ કે આઇ.સી.યુ. મા દાખલ કરવામાં આવ્યો હોય તો તેને તવરિતજ વડોદરા લઇ જવા નુ સગાંસબંધીઓ ને રાજપીપળા કોવિડ હોસ્પિટલમાંથી ફરમાન જારી થઇ જતા , નર્મદા જીલ્લો આદિવાસી બહુમતી ધરાવતો હોય ને અહીં ના આદિવાસીઓ સરકારી ફરમાન થી કોરોના ની મહામારી વચ્ચે આફત મા મુકાઇ જતા.અને ફરિયાદો ઉઠવા પામતી ફરિયાદો ના પગલે હવે તબીબો એ દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ કોરોના પોઝિટિવ દર્દી ઓ ની મુલાકાત લેવાનુ શરુ કર્યુ છે. 

નર્મદા જીલ્લા સરકારી તંત્ર દ્વારા રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં  કોવિડ-૧૯  ના  ફરજ પરના તબીબોએ   આઇસીયુ વોર્ડ, આઇસોલેશન વોર્ડ અને જનરલ વોર્ડમાં સારવાર હેઠળના કોરોનાના પોઝિટીવ  દરદીઓની સમયાંતરે  મુલાકાત લેવામાં આવે છે તે મતલબ ની તસવીરો પ્રસિધ્ધ કરી સબ સલામત બતાવવા નો પ્રયાસ કર્યો હતો. જે આ તસવીરો મા જોઇ શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here