રાજપીપળા પાસેના લાછરસ ગામના પ્રાથમિક આરોગ્ય સેન્ટરની મુલાકાત લેતા સાંસદ મનસુખભાઈ વસાવા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

કોરોના વેક્સીન તથા વધતી જતી કોરોના મહામારી વિશેની માહિતીથી વાકેફ મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામની મુલાકાત લીધી

સાંસદના હસ્તે મનરેગાના કામદારોને હાથ ધોવા માટેના સાબુ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યું કોરોનાથી બચવાની સમજણ અપાઈ

સાંસદ મનસુખભાઈ વસાવા એ આજરોજ રાજપીપળા પાસે ના લાછરસ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી અને તબીબો સાથે વિસ્તારમાં કોરોના ની પરિસ્થિતિ જાગૃતિ વેકસીન સહિત ની માહિતી મેળવી હતી.

દિન પ્રતિદિન વધતી જતી કોરોના મહામારી ના સંક્રમણને રોકવા માટે અને કોવિડ -19 ના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સમજ આપી. દરેકે દરેક વ્યક્તિ તેમજ કાર્યકર્તાઓ ,ગ્રામજનો ,પોતાની તંદુરસ્તી સારી રહે તેના માટે કાળજી રાખવી અને અન્ય લોકોમાં કોરોના નું સંક્રમણ ન ફેલાય તેના માટે સાવધાની રાખવી કામ વગર બહાર જવું નહીં, લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગ માં શક્ય હોય તો જવાનું ટાળવું ,લગ્ન પ્રસંગમાં મેળાવડા ન કરવા તેમજ આરોગ્યની ટીમ ગામડે ગામડે શરદી તથા ખાંસીને રોકવા તથા કોરોના ના સામાન્ય ઉપચાર ની દવાનું વિતરણ ટૂંક સમયમાં કરવાના છે,તો દરેક લોકો તેને ફેંકી ન દે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે તે માટે અપીલ કરવામાં આવી હતી.
લાછરસ ગામ ખાતે ચાલતાં મનરેગા યોજના ના કામ ની મુલાકાત લીધી હતી અને કામદારો ને માસ્ક અને સાબુ નુ વિતરણ કરવામાં આવ્યું હતું. મનરેગા ના કામદારો ને સંબોધીને સાસદે જણાવ્યું હતું કે
આરોગ્ય રથ દ્વારા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તથા કોરોના સંક્રમણ ને રોકી શકાય તે માટે આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવશે, તે માટે લોકો તેનું ચુસ્તપણે પાલન કરે અને સાચા અર્થમાં કોરોના મહામારી ને રોકવા માટે ,(કોરોના ની રસી) વેક્સિન નો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે અને હવેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો ફરજિયાત રસી લે તેવા જરૂરી મુદ્દાઓ વિશે લોકોની વચ્ચે જઈ લોકોને સમજાવ્યા, તેમજ ગામમાં વેક્સિનેશન ની કામગીરી 100 % પૂર્ણ કરવા ગામ ના આગેવાનો ફરજિયાત આ સેવાકીય કાર્ય કરે તે માટે પણ સાસદે અપીલ કરી હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાછરસ સાથે કુલ ,09જેટલા ગામો જોડાયેલા છે. આ સેન્ટર માં 03-ડોક્ટર સહીત 06 વ્યક્તિઓનો સ્ટાફ છે, સતત તેઓ આ 09 ગામોનો સંપર્ક કરે છે અને કોરોના મહામારીને રોકવા માટેના તમામ ઉપાયો તથા વધુમાં વધુ લોકો કોરોના વેક્સીન લે તેવા પ્રયાસો તેઓ કરી રહ્યા છે. જેને ખરેખર અભિનંદનને પાત્ર હોવાનું જણાવી બિરદાવાઇ હતી.

પરંતુ ગામડાના લોકો કોરોના મહામારીથી ખુબ જ ભયભીત છે, વેક્સીન લેવામાં પણ તેઓ અનેક પ્રકારની મુંજવણો અનુભવી રહ્યા છે, જિલ્લા વહીવટીતંત્ર તરફથી જિલ્લાના તમામ ગામોની પ્રાથમિક શાળાઓમાં આઇસોલેશન સેન્ટરો ચાલુ થઈ રહ્યા છે. તેમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો તથા આશાવર્કર બહેનો કામગીરી કરવાનાં છે, તે માટે નોડલ ઓફિસરને જિલ્લા તરફથી મુકવામાં આવ્યા છે.

મુંજવણ અને અનેક સમસ્યાઓ છે છતાં પણ કોરોના મહામારીને વધતી રોકવા માટે આપણે સૌ એ સામુહિક સહિયારા પ્રયત્નો કરવા પડશે. તેથી દરેક ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને નમ્ર અપીલ છે કે કોરોના વોરિયસની તમામ ટીમોને આપણે પૂરતો સહયોગ આપીએ નુ પણ જણાવ્યું હતું.

પ્રાથમિક આરોગ્ય સેન્ટરની મુલાકાત પ્રસંગે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઇ દેસાઈ,નાંદોદ તાલુકાના ભા.જ.પા પૂર્વ મહામંત્રી દિવ્યેશભાઈ વસાવા, લાછરસ ગામના સરપંચ જયેશભાઈ,તલાટી કમ મંત્રી ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ તેમજ વહીવટી અઘિકારીઓ હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here