રાજપીપળામાં ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો ઉપર જળબંબાકાર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ની સોસાયટીઓ માં કોમ્પલેક્ષ પાસે ઘુટણ સમા પાણી ભરાયા

રાજપીપળા નગરપાલિકાની રસ્તાઓને ખોદયા વગર જ રસ્તાઓની ઉપર જ ડામર પાથરી રસ્તાઓને ઊંચા કરી દેવાયા ની કામગીરી સામે વેપારીઓમાં રોષ

દુકાનોમાં પાણી ઘૂસવાના ભયથી નગરના વેપારીઓમાં ફેલાયેલો ફાફડાટ

રાજપીપળા નગરમાં આજરોજ સવારે આઠેક વાગ્યાના સુમારે ધોધમાર વરસાદ પડ્યો હતો આ વરસાદથી રાજપીપળા નગરના તમામ માર્ગો ઉપર પાણી ભરાયા હતા અને જાણે કે માર્ગો ઉપર થી નદી જ વહેતી હોય એવા દ્રશ્ય સર્જાયા હતા. જેથી નગરના વેપારીઓને પોતાની દુકાનોમાં પાણી ઘૂસી જવાના ભય થી ફાફડાટ ફેલાયો હતો.

રાજપીપળા નગરમાં આજરોજ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને લગભગ બે ત્રણ કલાક સુધી ભારે વરસાદ વરસ્યો હતો જેથી નગરના મુખ્ય માર્ગ સ્ટેશન રોડ, સંતોષ ચોકડી, દોલત બજાર ના વિસ્તારોમાં જાણે કે માર્ગો ઉપરથી નદી વહેતી હોય એવા દ્રશ્ય સર્જાયા હતા વરસાદ ભારે તેજ ગતિમાં પડ્યો હોય ને મુખ્ય માર્ગ ઉપરથી વરસાદી પાણી મોટી માત્રામાં વહેતું જોવા મળ્યું હતું, વ્યાપારીઓની દુકાનો ના તમામ પગથિયાંઓ ડૂબી ગયા હતા. જો આજરોજ વરસાદ થોડો વધારે પડ્યો હોત તો વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હોત !!! અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોત નું કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું.

આ બાબતે વેપારીઓએ રોષ પ્રગટ કરતા જણાવ્યું હતું કે રાજપીપળા નગરપાલિકા દ્વારા જે રસ્તા બનાવવામાં આવે છે એ રસ્તાઓનો ખોદકામ કરવામાં આવતું નથી અને જે રસ્તા જુના હોય છે તેની ઉપર જ ડામર કે આરસીસી પાથરીને રસ્તાઓ બનાવવામાં આવે છે!!! જેથી રસ્તાઓ ઉંચા થતા જાય છે અને દુકાનોનું તેમજ ઘરોનું લેવલ નીચું થતું જાય છે, જેથી વરસાદી પાણી દુકાનો સહિત ઘરો માં ઘૂસવાના અને નુકસાન થવાની શક્યતાઓ રાજપીપળા નગર મા વધી ગઈ છે. જો થોડોક વધુ વરસાદ પડ્યો હોત તો અમારી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હોત અને અમારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હોત નો રોષ વેપારીઓએ ઠાલવ્યો હતો.

નગરમાં કેટલાક બાંધકામો નવા થવાથી પાણીના નિકાલ ની સમસ્યાઓમાં પણ વધારો થયો છે જેથી સૌપ્રથમવાર જ સંતોષ ચોકડી પાસેથી ટેકરા ફળિયા અને પોસ્ટ ઓફિસ તરફ જવાના માર્ગે કમર સમા પાણી ભરાયા હતા અને નજીકના કોમ્પલેક્ષમાં પણ પાણી ઘુસ્યા હતા રાજપીપળા ની અનેક સોસાયટીઓમાં પણ ખાસ કરીને વડીયાની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા જેથી લોકો ને ભારે હાલાકી બેઠવી પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here