રાજપીપલાના શહેરીજનોએ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું ભવ્ય સ્વાગત કર્યું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભારતના સમૃધ્ધિ અને વિકાસ માટે રાજપીપલાના શહેરીજનોની ભાગીદારી અતિમહ્ત્વપૂર્ણ :- ધારાસભ્ય ડો. દેશમુખ

શહેરીજનોને પ્રજાલક્ષી યોજનાઓની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડતા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ

ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા રાજપીપલાના શહેરીજનો સંકલ્પબદ્ધ થયા

નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતા તેમજ રાજપીપલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર ટાઉન હોલ રાજપીપલાના પટાંગણમાં પધારેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું શહેરીજનોએ ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે સભામંડપમાં બેઠેલા શહેરીજનોને સંબોધતા ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રત્યેક નગરજનોએ જાગૃત થઈને સરકારની કલ્યાણકારી પોષણ, શિક્ષણ, આરોગ્યલક્ષી યોજનાઓ, પીએમ આવાસ યોજના, પીએમ વિશ્વકર્મા સહિતની યોજનાઓનો લાભ લઈને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગીતા જરૂરી છે.

ધારાસભ્ય એ વધુમાં ઉમેર્યું કે, બીમારી વેળાએ રાજપીપલાનો એક પણ નાગરિક કોઈની પાસે હાથ ન લંબાવે તેની સરકારે ચિંતા કરી છે. આજે સરકાર ની આયુષ્માન ભારત યોજના ગરીબ શહેરીજનો માટે આશીર્વાદરૂપ બની છે. કાર્યક્રમમાં સહભાગી થયેલા તમામ શહેરીજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર ટૂંકી ફિલ્મ નિહાળી હતી. સાથોસાથ વડાપ્રધાન ના પ્રેરક સંબોધનને નિહાળીને વિકસિત ભારતના નિર્માણ માટે સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ તકે રાજપીપલા શહેરના લાભાર્થીઓ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ યોજનાકીય લાભોથી થયેલા સકારાત્મક બદલાવ અંગેના અનુભવો સભામંડપમાં બેઠેલા શહેરીજનો સમક્ષ રજુ કર્યા હતા. આ તકે શહેરી યોજનાઓ અંગેના પેમફલેટ્સનું વિતરણ કરીને શહેરીજનોને માહિતગાર કરાયા હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ આરોગ્ય, આઇસીડીએસ સહિત શહેરી યોજનાઓ અંગે નગરજનોને માહિતગાર કરવા ઉભા કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, શહેર ભજપા પ્રમુખ રમણસિંહ રાઠોડ, ન.પા. ઉપપ્રમુખ ગિરીરાજસિંહ ખેર, ન.પા. કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી એસ.ડી.બારડ, રાજપીપલાના ચીફ ઓફિસર રાહુલભાઈ ઢોડીયા, ન.પા. સદસ્યો, સંબંધિત વિભાગના કર્મયોગીઓ, લાભાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here