બોડેલી બાર એસોસિએશનની ચૂટણી યોજાઈ પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ મંત્રી તરીકે એડવોકેટ મોહસીન મનસુરીની ભવ્ય જીત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગત, 22 ડિસેમ્બરના રોજ બોડેલી કોર્ટમાં વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં મંત્રી તરીકે એડવોકેટ મોસીન મન્સૂરીની ભવ્ય જીત થઈ હતી પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા પ્રમુખ તરીકે એડવોકેટ લલિતચંદ્ર રોહિત અને ઉપપ્રમુખ તરીકે એડવોકેટ પ્રકાશભાઈ રોહિત બિન હરીફ વિજેતા થયા હતા.
મંત્રી તરીકે મોહસીન મન્સૂરી બહુમતીથી વિજેતા થયા હતા, સહ મંત્રી, ખજાનચી, જોઇન સેક્રેટી, સહિતના ઉમેદવાર બિનહરિફ વિજેતા ખૂબ શાંતિના માહોલમાં વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી બોડેલી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં મંત્રી તરીકે બે ઉમેદવારો મેદાનમાં હતા જેમાં કુલ 87 નું વોટીંગ થયું હતું જેમાં એડવોકેટ મોસીન મનસુરી ને 64 વોટ મળ્યા હતા અને ઈબ્રાહીમ ખત્રીને 20 વોટ મળ્યા હતા અને ત્રણ વોટ રદ થયા હતા જેમાં એડવોકેટ મોસીન મનસુરીની ભવ્ય જીત થઈ હતી અને વકીલોમાં ખુશી જોવા મળી હતી એકબીજાને ગુલાબના ફૂલના હાર પહેરાવીને જીતેલા ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here