છોટાઉદેપુર જિલ્લા ભારતીયજનતા પાર્ટી યુવા મોર્ચા દ્વારા બn59વર્લ્ડ ઓરલ હેલ્થ દિવસ નિમિત્તે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

વર્લ્ડ ઓરલ હેલ્થ દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ તથા ભારતીય જનતા પાર્ટી જિલ્લા યુવા મોરચા દ્વારા નિશુલ્ક ઓરલ કેન્સર ડિટેકશન તથા સંપૂર્ણ ઓરલ હાઇજીન ચેકઅપ કેમ્પનું આયોજન બોડેલી શ્રીજી હોસ્પિટલ મુકામે થયું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ , જિલ્લા ડોકટર સેલના સંયોજક ડૉ શ્રી સ્નેહલ રાઠવા , છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય શ્રી વિનોદભાઈ સક્સેના , ડોકટર સેલની ટીમ , જિલ્લા યુવા મોરચાના પ્રભારી શ્રી અક્ષિલભાઈ પટેલ , જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી હિરેનભાઈ પંડિત , જિલ્લા સોશિયલ મિડિયા કન્વીનર શ્રી રાકેશભાઈ ચાવડા , જિલ્લા આઈટી કન્વીનર શ્રી અજય વરિયા યુવા મોરચાના બોડેલી તાલુકા પ્રમુખ શ્રી તુષારભાઈ પટેલ , તથા સમગ્ર ભાજપા ટીમ ઉપસ્થિત રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here