બોડેલી તાલુકાના જબૂગામમાં ભૂંડોનો આતંક… ખેતરોમા ઉભા પાકને નુકશાન થતા ખેડૂતો રોષે ભરાયા…

બોડેલી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

“આ ભૂંડોનો જવાબદાર કોણ ભૂંડોના માલિક કે પછી કોઈ અન્ય”

“ઉભા પાકને નુકશાન કરતા ભૂંડો થી છુટકારો કોણ અપાવશે?ખેડૂતોનો આક્રોશ”

બોડેલી તાલુકાના જબૂગામ ખાતે ખેતરોમા ઉભા પાકને નુકશાન થતા ખેડૂતો રોષે ભરાયા છે હાલ ખેતરોમાં વરસાદી વાતાવરણ ને લઈ ખેડૂતોને કુદરતી ઘણુ નુકશાન થતા ખેડૂતો ચિંતામાં છે અને હાલ જબૂગામની સિમ મા ભૂંડોનો આંતક વધી જતા ખેડૂતો રોષે ભરાયા છે ખેડૂતોના જણાવ્યા મુજબ ફરિયાદ કરવી તો કોને કરવી કોણ છે આ ભૂંડોનો માલિક? ગ્રામ પંચાયત કે પછી કોઈ અન્ય તેવા પ્રશ્નો જબૂગામ ખાતે ધરતી પુત્રો ના મુખે સંભળાતા હતા જ્યારે ભૂંડો ખેતરોમાં ઘુસી જઈ ઉભા પાક ને નુકશાન કરેછે તો આનો નિકાલ લાવવા ધરતી પુત્રો દ્વારા સરકારને મીડિયાના માધ્યમ થી અનુરોધ કરવામાં આવે છે તેમ ખેડૂતો એ જણાવ્યુ હતુ

જ્યારે ખેતરો માંથી ભૂંડો ને ભગાડવા ખેડુતો કોશિશ કરેછે ત્યારે ભૂંડો સામા થાય છે અને કરડે છે અને કેટલીક જગ્યાએ ભૂંડોના કરડવાના બનાવો બનેલા છે જેનાથી કોઈ અજાણ નથી તો શું ખેડૂતોને ભૂંડો કરડે તેની રાહ જોવાઈ રહીછે તે વાતો ખડુતોના મુખેથી વહેતી થઈ છે અને આ નુકશાનકરી ભૂંડોનો નાશ ક્યારે થશે તેવી ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરીછે અને વધુમાં જણાવવામાં આવ્યુ કે જો આ ભૂંડો લાવવાની એમને વસાવવાની પરમિશન આપી કોણે તે અને આ નુકશાનકરી ભૂંડોના માલિક કોણ છે તે ખેડૂત વર્ગ જાણવા માંગેછે અને જે પણ સરકારી ઓફીસ દ્વારા આ ભૂંડોની પરમિશન આપી હોય તો તેને તાત્કાલિક ધોરણે રદ કરવા ખેડૂતોની માંગ છે અને જો પ્રાઇવેટ માલિક હોય તો આ ભૂંડોનો નિકાલ કરે અને ખેતીના ઉભા પાકને થતા નુકશાન ને અટકાવે તેવી ખેડૂતોની વેદના છે અને નુકશાનકારી ભૂંડો જે ખેતરોમાં ઉભા પાક ને નુકશાન પોહચાડે છે તો શું ખેડૂતો નુકશાન જ વેઠે અને આ થયેલા નુકશાન ની ભરપાઈ કોણ કરશે ? ભૂંડોના માલિક કે પછી જેણે પરર્મીશન આપીછે તે? તેવા સવાલો ખેડૂતોએ ઉઠાવ્યા છે

હાલ ભૂંડોથી થતા નુકશાન ને લઈને ખેડૂત વર્ગ ઘણી મુશ્કેલીમાં મુકાયો છે અને ખેતરોમાં ઉભા પાકને જે નુકશાન થયુ છે તેની જવાબદારી કોણ ઉપાડશે તેવી ગંભીર ચર્ચાઓ ખેડૂતવર્ગ મા સાંભળવા મળેલ છે અને ધરતી પુત્રો દ્વારા સરકારને જાણ થાય કે આ થતા નુકશાન ને અટકાવવા જે તે ભૂંડોના માલિકને જાણ કરે અને જબૂગામ ખાતેથી ભૂંડોનો નાશ કરે તેવી ધરતી પુત્રો દ્વારા માંગ ઊઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here