શામળાજી પોલીસે આઇસર ટ્રકમાં સફેદ પાઉડરની થેલીઓની આડમાં લઈ જવાતા વિદેશી દારુની પેટીઓ ઝડપી પાડી…

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

વિદેશી દારુની પેટીઓ નંગ-૨૯ ફૂલ બોટલ/ક્વાટરાટીન નંગ-૬૬૦ મળી કુલ કિ.રૂ.૧,૦૭૯૨૮/-નો પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૯.૧૧,૯૨૮/- ની રકમનો મુદ્દામાલ પકડવામાં સફળતા મળી

શ્રી અભય ચુડાસમા સાહેબ, પોલીસ મહાનિરક્ષક શ્રી, ગાંધીનગર રેન્જ, તથા ઇન્ચાર્જ શ્રી કે,જે,ચૌધરી સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી,અરવલ્લી મોડાસા નાઓ તરફથી અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા શંકાસ્પદ વાહનોનું સઘન ચેકીંગ રાખવા તથા બાતમીદારો રાખી માહીતી મેળવી વિદેશીદારૂની હેરાફેરીના કેસો શોધી કાઢવા સારૂ સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે આજરોજ શામળાજી પોલીસ સ્ટેશન હસ્તકની અણસોલ પોલીસ ચોકી ઉપર પોલીસ સ્ટાફના માણસો ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન આઇસર ટ્રક ગાડી નં.MH43Y7831 માં પાછળની બોડીના ભાગે સફેદ પાઉડરની થેલીઓની આડમાં સફેદ પ્લાસ્ટિકની થેલીઓમાં વિદેશી દારુની પેટીઓ નંગ-૨૯ ફૂલ બોટલ/ક્વાવાટર/ટીન નંગ-૬૬૦ મળી કુલ કિ.રૂ. ૧,૦૭૯૨૮/-ની તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ ૪૦૦૦/- તથા આઇસર ટૂંક ગાડીની કિ.રૂ ૮,૦૦,૦૦૦/-ની મળી ફૂલ મળી કિં.રૂ. ૯,૧૧,૯૨૮/- નો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી પકડાયેલ ગાડીના ચાલક તથા તેની સાથેના ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આમ, શામળાજી પોલીસને પ્રોહીબીશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે. પકડાયેલ આરોપી : (૧) પિન્ટ સ/ઓ ગોટલાલ મીણા ઉ.વ.૭ ધંધો ડ્રાઇવિંગ રહે.રૂષભદેવ તા.ખેવાડડા જિઉદેપુર (રાજસ્થાન) વોન્ટેડ (૨) ચા શેઠ રહે.ઉત્તરપ્રદેશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here