બાબરા માર્કેટીંગ યાર્ડની દીવાલ પાસે કાળુભાર નદી કાઠે ગૌસેવકો દ્વારા બળદનું રેસ્ક્યુ કરાયું…

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

બાબરા રાજકોટ ભાવનગર રોડ પાસે આવેલ માર્કેટીંગ યાર્ડ ખાતે શાકભાજી ના વેપારીઓ દ્વારા દિવસભર નું વધેલું શાકભાજી યાર્ડ ની દીવાલ પાસે નદીમાં નાંખવાના આવે છે જે ખાવા માટે બાબરા ગામ ના પશુઓ જીવના જોખમે નદીમાં ઉતરે છે અને અવાર નવાર પશુઓ લડતા લડતા નદીમાં ખાબકે છે.
આજે સવારે એક બળદ આવી ઘટનાનો શિકાર બન્યો હતો આ ઘટનાની જાણ બાબરા જીવદયા પરીવાર ના હાર્દિકભાઈ ભટ્ટ ઈન્દ્રજીતભાઈ રાજપુત રાજદીપભાઈ બસીયા ભાવેશભાઈ વાઢાળા મૌલીકભાઈ તેરૈયા દ્વારા અને નગરપાલિકા ના જી.સી.બી. ઓપરેટર લાલભાઈ ઘાઘલ દ્વારા ભારે જહેમત થી બહાર કાઢી ને સુરક્ષિત હરીૐ ગૌશાળા ખાતે વધુ સારવાર માટે રાખેલ છે, બાબરા યાર્ડના વેપારી રવુભાઈ બસીયા દ્વારા જણાવવામાં આવ્યુંક હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here