મહારાષ્ટ્રની સરકારી બસમાંથી ગાંજા સાથે બે આરોપીઓને ધનસેરા ચેક પોસ્ટ ઉપર ઝડપી પાડતી સાગબારા પોલીસ

સાગબારા, (નર્મદા) આશિક પઠાણ :-

રૂપિયા 1 લાખની કિંમતના ગાંજા સહિતના મુદ્દામાલ સાથે અમદાવાદ ની ઍક મહીલા અને એક ઈસમ ઝડપાયા પોતે કેરિયર નું કામ કરતા હોવાની કબુલાત

મહારાષ્ટ્રના ભૂસાવલ સહિત અમદાવાદ ની ગાંજાનો વેપલો કરતી અન્ય એક મહિલા ની સંડોવણી હોય બંને ને વોન્ટેડ જાહેર કરાયા

વિધાનસભા ની ચુંટણી ઓને અનુલક્ષી ને નર્મદા જીલ્લા ના મહારાષ્ટ્ર રાજ્ય ને અડીને આવેલ સરહદો ઉપર વાહનો નું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે ત્યારે થોડાક દિવસ પહેલા મહારાષ્ટ્ર રાજ્ય ને અડીને આવેલ ધનસેરા ચેક પોસ્ટ ઉપર થી ગુજરાત રાજ્ય ની એસ.ટી. બસ ના ચાલક ને વિદેશી દારૂનો જથ્થો ગુજરાત માં લાવતા સાગબારા પોલીસે ઝડપી પાડયો હતો, આ સમાચાર ની શાહી હજી સુકાઈ નથી ત્યાં મહારાષ્ટ્ર માંથી ગુજરાત માં માદક પદાર્થ ગાંજો લાવતા એક મહિલા સહિત એક ઈસમ ને સાગબારા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. વી.પાટીલ સહિત ના પોલીસ સ્ટાફે ઝડપી પાડયા હતા અને રૂપિયા 99820 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બનાવ ની પોલીસસુત્રો માંથી મળતી માહિતી અનુસાર સાગબારાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી વી પાટીલ સહિત ના પોલીસ જવાનો ચેકીંગ માં હતા જે દરમ્યાન મહારાષ્ટ્ર રાજ્ય તરફ ના જલગાંવ તરફ થી આવતી અને અંકલેશ્વર તરફ જતી બસ નંબર MH 20 BL 3428 ને ઉભી રાખી તેની તપાસ કરતા બસ માં મુસાફરી કરતા આરોપીઓ 1) રઈસભાઇ રશિદભાઈ શૈખ રહે. વટવા, ચાર માળીયા રોડ, શહેરી ગરીબ યોજનાં આવાસ અમદાવાદ નાઓ પાસે થી 5.935 કિલોગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો, જ્યારે તેની સાથે મુસાફરી કરતી અન્ય એક મહિલા રીઝવાનાબાનું અનવર મન્સુરી રહે. શહેરી ગરીબ આવાસ યોજના, ચાર માળિયા રોડ, વટવા, અમદાવાદ ના ઓની પાસે થી સુકો ગાંજો 4.047 કિલો ગ્રામ મળી આવ્યું હતું,આ તમામ ગાંજા ની કિંમત રૂ.99820 તેમજ મોબાઈલ ફોન સહિત રોકડ રકમ મળી પોલીસે રૂપિયા 1 લાખ ની કિંમત નો લગભગ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે ઝડપેલા આ આરોપીઓ ની પૂછપરછ કરતાં આ ગાંજો મહારાષ્ટ્ર ના ભૂષાવલ નો આસિફ કે જેણે ગાંજા નો જથ્થો આ બંન્ને આરોપી ઓ સાથે અમદાવાદ ની એક મહિલા બુટલેગર મુકીમ અપ્પા રહે. બાપુનગર અમદાવાદ નાઓએ મંગાવ્યો હોય ને આ બંન્ને કેરિયર તરિકે નું કામ કરતા હોવાનું જણાવ્યું હતું જેથી આ બન્ને આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યાં હતાં. અને નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here