માજી સંસદીય સચિવ હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતશાહ નારાજ થયાં હોવાની અટકળો !!! શું સત્ય છે..???

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પોલીસ વિભાગના ઊચ્ચ અઘિકારીને ગૃહ મંત્રીનો સંદેશ પાઠવવા ની કામગિરી સોંપાઈ હોવાનું નર્મદા જીલ્લા માં ચર્ચાસ્પદ બન્યું

શું હર્ષદ વસાવા અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી ચાલું રાખશે કે ફોર્મ પરત ખેંચી પાર્ટીને સન્માન મતદારોમા અનેક તર્ક વિતર્કો

ગુજરાત વિધાનસભા ની ચુંટણી ઓ માટે ની બિસાત પથરાઈ ગઈ છે, ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી પોત પોતાના પ્રચાર ના શ્રી ગણેશ પણ કરી દીધા છે, ત્યારે જે કોઇ થોડો ઘણો ડેમેજ કન્ટ્રોલ કરી શકાય તે કરવા માટે રાજકિય પક્ષો લાગ્યા છે, તેમાંય ખાસ કરીને સત્તાધારી ભાજપ ના કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજરોજ ગુજરાત ની મુલાકાત માટે આવ્યા અમદાવાદ ખાતે ના કાર્યક્ર્મ માં હાજરી આપી આ મામલાને તેઓ જૉ કોઇ ડેમેજ કન્ટ્રોલ કરી શકાય તો તેમનાં માધ્યમ થી કરાય એ માટે આવ્યા નું પણ લોકો ના મુખે ભારે ચર્ચાસ્પદ બનેલ છે.

જે ઉમેદવારો ખરેખર ભાજપા ની વિચારધારા ધરાવતા હોય અને તેઓને પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ ના હોય અને નારાજગી સાથે અન્ય પક્ષ માં જોડાઈ કે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હોય તેવા ઓને પક્ષ ના હિત મા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે પણ આવ્યા હોય નું પણ લોકો ના મુખે ચર્ચાસ્પદ બનેલ છે. જેમાં નર્મદા જીલ્લા ની નાંદોદ 148 વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ડૉ દર્શનાબેન દેશમુખ ની પસંદગી કરવામાં આવી છે જેથી વર્ષ 2002 તેમજ 2007 માં બબ્બે વખત ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવેલ માજી સંસદીય સચિવ હર્ષદ વસાવા ને 2012 અને 2017 માં પડતાં મુકાયા હતા, તેઓ એક પણ ચૂંટણી હાર્યા ના હોય ભારતિય જનતા પાર્ટી ના વફાદાર સૈનિક તરીકે કામ કરી 2012 માં માજી વન મંત્રી શબ્બદશરણ તડવી ને વિજેતા બનાવેલ ત્યારબાદ શબ્બડશરણ તડવી 2017 માં લોક સંપર્ક વિહોણા બન્યા હોય ને ચૂંટણી હાર્યા હતા, જેથી પુર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા ને આ વખતે ચોક્કસ ભરોસો હતો કે પોતાની સ્વચ્છ છબી હોય પોતે એક પણ ચૂંટણી હાર્યા ના હોય ને પોતાનાં મત વિસ્તાર મા લોક સંપર્ક પણ સારી રીતે રાખતા હોય ને મોવડી મંડળ તેમને જ પોતાનાં ઉમેદવાર જાહેર કરસે, પણ આવું ના થયું ભાજપા માં નર્મદા જીલ્લા માં પ્રબળ બનેલ જુથબંધી ના તેઓ ભોગ બન્યા.!!!

સાંસદ મનસુખ વસાવા એ પુર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ હર્ષદ વસાવા ઉપર પક્ષ ને હરાવવા માટે ના આરોપ પ્રત્યારોપ પણ લગાવ્યા પરંતું હર્ષદ વસાવા ની પડખે ભારે જનસમર્થન તેઓનાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જૉવા મળ્યુ. અને અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી, આમ નાંદોદ વિધાનસભા નર્મદા જીલ્લા ની મહત્વ ધરાવતી બેઠક હોય ને હર્ષદ વસાવા ની ઉમેદવારી થી ભાજપા ના ઉમેદવાર ડૉ દર્શના દેશમુખ ના વિજ્ય સામે પ્રશ્નો ઉભા થઇ રહયા છે, કારણ પણ સ્પષ્ટ છે કોંગ્રેસે પોતાનાં ઉમેદવાર તરીકે યુવા નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી હરેશ વસાવા ને ટિકિટ ફાળવી છે, આમ હરેશ વસાવા પણ એક મજબુત ઉમેદવાર તરીકે લોકો માં સારી એવી પકડ ધરાવતા હોય ને હર્ષદ વસાવા ને મેદાન માંથી બહાર રાખવા ની કવાયાદ હાથ ધરવામાં આવી રહી હોવાનુ ચર્ચાસ્પદ બનેલ છે.

કેન્દ્ર સરકાર ના ગૃહ મંત્રી અમિત શાહ આજરોજ ગુજરાત ની મુલાકાત માટે આવ્યા છે ત્યારે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ખેંચવાની અંતિમ દિવસ હોય ને હર્ષદ વસાવા ને સંપર્ક કરવામા આવેલ હોવાનું અને એ માટે ગુજરાત સરકાર ના એક પોલીસ અધિકારી ને જવાબદારી સોંપાઇ હોવાનું લોક મુખે ચર્ચાસ્પદ બનેલ છે,આ મામલો આવતી કાલે ઉમેદવારી ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે હર્ષદ વસાવા શું નિર્ણય લેછે તેના પરથી સ્પષ્ટ થશે હાલ તો લોક ચર્ચાઓ સમજવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here