ભુજથી છોટાઉદેપુર થઈ બડવાણી જતી મુસાફરો ભરેલી ખાનગી બસ ચાંદપુર પાસે ઊંડી નદીમાં ખાબકી

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ડ્રાઈવર ને જોખું આવતા બ્રિજ પરથી રેલિંગ તોડી નદીમાં ખાબકતા એક વર્ષના બાળક સહિત ત્રણના ઘટના સ્થળેજ મોત નિપજ્યા

મધ્યપ્રદેશના અલીરાજપુર ના ચાંદપુર પાસે મુસાફરો ભરેલીબસ 15 ફૂટ ના ઊંડા ખાડામાં ખાબકી હતી તંત્ર ને જાણ થતા ની સાથે અલીરાજપુર ના કલેકટર પુષ્પ અને એસ.પી મનોજ કુમારસિંહ સહિત નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ૨૮જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા અલીરાજપુરની હોસ્પિટલમાં ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
પ્રાપ્ત મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર થી વહેલી સવારે અલીરાજપુર જતી ખાનગી બસ આજે વહેલી સવારે ચાંદપુર પાસે રેલિંગ તોડીને નદીમાં 15 ફૂટ ના ઊંડા ખાડામાં ખાબકીહતી.જેમાંએક
વર્ષની ઉંમરના એક બાળક સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા થયા હતા.અને 28 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલીરાજપુરની હોસ્પિટલમાં લઈ જવાયાછે ઘટનાની જાણ થતા જ અલીરાજપુરના કલેક્ટર મનોજ પુષ્પ તેમજ એસપી મનોજકુમાર સિંહ સહિતનાવઅધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ખાનગી બસ ભૂજથી મધ્યપ્રદેશના બડવાની જઈ રહી હોવાની માહિતી મળી છે અને 39 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આજે વહેલી સવારે 5:45 વાગ્યે છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જઇ રહેલી બસ નં- GJ-01-CZ-6306 ના ડ્રાઇવરને ઝોકુ આવતા બસ મેલખોદરા નદીના બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી.ઘટનાની જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આસપાસના લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં હતી. બસ માંથી 39 લોકોને રેસ્ક્યુ કરાયા હતા. જે પૈકી 28 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અલીરાજપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here