ગોધરા તાલુકાના નાકરેજી અને તાજપુર છીપા ખાતે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પ્રાકૃતિક કૃષિ,મીલેટ પાકોનું મહત્વ અને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગે ખેડૂતોને કરાયા માહિતગાર

રાજ્યમાં પ્રાકૃત્તિક કૃષિનો વ્યાપ વધે તે માટે છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર,વેચાણ અને યોજનાકીય કામગીરીનુ અમલીકરણ કરવામા આવી રહ્યું છે.ગત રોજ પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ ગુજરાત પંચાયત સંમેલનમાં પ્રધાનમંત્રીશ્રીએ હાકલ કરી હતી કે આઝાદી કા અમૃત મહોત્સવ દરમ્યાન ગ્રામ પંચાયત દીઠ ઓછામાં ઓછા ૭૫ ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે જરૂરી છે.જેના અનુસંધાને રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા સઘન પ્રયાસો કરાઇ રહ્યા છે.

ગોધરા તાલુકાના નાકરેજી અને તાજપુર છીપા ખાતે જિલ્લા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી પી.એસ.પટેલના અધ્યક્ષસ્થાને
ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં ”પ્રાકૃત્તિક કૃષિ” અને ”મીલેટ (હલકા ધાન્ય) પાકોની ખેતી વિષય ઉપર ખેડુતોને માહિતી અપાઈ હતી. આ આયોજનમાં વિવિધ વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિનું મહત્ત્વ અને તેના પાંચ સિદ્ધાંતો,આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ અંતર્ગત મીલેટ પાકોનું મહત્વ, ખેડુત ખાતેદાર અકસ્માત વીમા યોજના, ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ, જમીન સ્વાસ્થ્ય પત્રક (સોઈલ હેલ્થ કાર્ડ), પીએમ કિસાન યોજના વિશે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. આ સાથે જીવામૃત બનાવવાની રીત અને નિદર્શન પણ કરાયું હતું.
આ તકે નાયબ ખેતી નીયામકશ્રી,માસ્ટર ટ્રેનર,ગ્રામ સેવક સહિત ખેડૂતો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here