તિલકવાડા શ્રી કે.એમ.શાહ હાઇસ્કુલ ખાતે ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને ચૂંટણીલક્ષી ફરજ માટેની તાલીમ આપવામાં આવી

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ

નર્મદા જિલ્લામાં આગામી ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ 2021 સંદર્ભે મતદાન ની કામગીરી સુનિશ્ચિત રીતે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બી એ અશારીની અધ્યક્ષ સ્થાને અને મામલતદાર આર.જે ચૌહાણ ના માર્ગદર્શન મુજબ તેમજ તિલકવાડા તાલુકા વિકાસ અધિકારી આર આર બરજોડે ની નિગરની મા ચૂંટણી લક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી અને ચૂંટણી સાથે સંકળાયેલા અન્ય સ્ટાફ સહિત અધિકારીઓ અને તેમની ફરજના ભાગરૂપે તાલીમી આયોજન અન્વયે આજે તિલવાડાનગરની શ્રી કે એમ શાહ હાઇસ્કુલ ના મેદાન ખાતે કોવિડ 19 ની મહામારીને ધ્યાનમાં રાખીને તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવ્યું.

આ તાલીમમાં મતદાનના દિવસે સમયસર કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું તાલીમ વર્ગમાં પ્રી.પોલ પોલ.ડે અને આફ્ટર પોલ EVM. VVPAT રીસીવિંગ ડિસ્પેચિંગ સહિતની તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી તે ઉપરાંત તમામને EVM.VVPAT અંગે હેન્ડ ઓન ચૂંટણીલક્ષી કામગીરીની જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

તાલીમ વર્ગમાં સુપરવાઈઝર ની કામગીરી બાબતે ચોકસાઈ અને સચોટતાની સાથે મતદાન ની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકમાં ફરજ પરના અધિકારીઓ કર્મચારીઓ માટે જુદા જુદા વૈધાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટર માં તેની નોંધણી મોકપોલ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચિંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામ આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here