દેવલ્યા ચોકડી આગળ કાર ચાલકે રાહદારી ને ટક્કર મારી ફેંકી દેતા ગંભીર ઇજા

વસીમ મેમણ, તિલકવાડાં

મળતી માહિતી અનુસાર તારીખ 4 1 2020 ના રોજ સાંજના સમયગાળા દરમિયાન દ પોતાને અશ્વિનભાઈ બાલુભાઈ તડવી નાઓ દેવલીયા ચોકડી તરફથી પોતાના ઘરે ચાલતા ચાલતા જઇ રહ્યા હતા તે દરમિયાન સાંજના છ વાગ્યાના સમયગાળાની આસપાસ ફોરવીલર ગાડી નંબર GJ.06 HD 7325ના ચાલકે અશ્વિનભાઈ ને ટક્કર મળતા તેઓ રોડ ની સાઈડ માં ફેંકાઈ જતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત થતા તેઓને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તિલકવાડાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે તેઓને ડભોઈ ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા આ અકસ્માત માં અશ્વિનભાઈ તડવી ને ચહેરા ઉપર મોઢાના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે અને હાલ તેઓ સારવાર હેઠર હોઈ અને તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળેલ છે

સદર ઘટનાની જાણ તિલકવાડાં પોલીસને થતા તિલકવાડાં પોલીસ દ્વારા કાર ચાલક વિરુદ્ધ કાયદેસર નો ગુનો નોંધી ને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here