ભારત સરકાર તેમજ ગુજરાત ગવરમેન્ટ દ્વારા યોગના ક્ષેત્રમા કારકિર્દી બનાવવા ઇચ્છતા અને નિયમિત માસિક આવક મેળવવા ઇચ્છુક યુવાનો માટે રોજગારી તક

દેવભૂમિ દ્વારકા,

ગુજરાત રાજ્ય યોગ બોડૅ દ્વારા તાલુકા અને ગ્રામ્યક્ષેત્રે ની:શુલ્ક યોગ ટ્રેનર ( ટીચર ) તૈયાર કરવા માટે યોગ બોડૅ નિમેલા પ્રશિક્ષિત યોગ કોચ દ્વારા તાલીમ શરૂ કરવામાં આવી રહી છે.જેના ભાગ રૂપે દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા મુકામે યોગ બોડૅ તરફથી યોગ તાલીમ તથા પ્રમાણપત્ર મેળવીને યોગ ટ્રેનર (શિક્ષક ) તરીકે ગુજરાત રાજ્ય યોગ બોડૅના નિયમ અનુસાર નિયમિત માત્ર દરરોજના એક કલાકનો સમય આપી ₹ ૩૦૦૦ ની માસિક આવક મેળવી શકાય છે. પ્રથમ બેંચમા યોગ્ય લાયકાત ધરાવતા ૨૦ તાલીમાર્થીઓને જ પસંદ કરવામાં આવશે.
પ્રથમ બેંચ ડિસેમ્બર મહિનામાં શરૂ થનાર છે. જેમાં તાલીમાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ સવારે કે સાજના સમયે તાલીમ લેવા ઇચ્છુક લોકોએ વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન તા : ૭/૧૨/૨૦૨૦ સુધીમાં કરાવવા રૂબરૂ સંપર્ક કરવો. યોગ કોચ જયાબેન ,દિલીપભાઇ,ભાવેશભાઇ તેમજ લોક સેવક – પ્રિયંકભાઇ ના વોટસેપ નંબર ૯૪૨૮૩૨૦૦૧૧,૯૯૯૮૨૮૪૭૪૪,૭૬૦૦૧૫૫૯૯૯,૬૩૫૫૪૯૯૮૫૮ પર સંપર્ક કરવા જણાવાયુ છે. આ ફોમૅ મેળવવા માટેનુ સ્થળ :- શ્રી એલ.એન.પી. હાઈસ્કુલ ,સ્ટેશન રોડ ભાટીયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here