બી.આર.સી.શહેરા આયોજિત શહેરા તાલુકાના BRC, CRC, SMC, SMDC, KMC-GOI વર્ષ 2019 – 20 નું વાર્ષિક સિદ્ધાંતિક ઓડિટ બી.આર.સી.ભવન ખાતે કરવામાં આવ્યું

શહેરા.(પંચમહાલ)
ઇમરાન પઠાણ

બી.આર.સી.શહેરા ડૉ.કલ્પેશ પરમાર આયોજિત શહેરા તાલુકાની બી.આર.સી.શહેરા આયોજિત શહેરા તાલુકાના BRC, CRC, SMC, SMDC, KMC-GOI વર્ષ 2019 – 20 નું વાર્ષિક સિદ્ધાંતિક ઓડિટ દરમિયાન સી.આર.સી.કો.ઓર્ડીનેટરોની એક કમિટિ બનાવીને તમામને Covid – 19 ની પરિસ્થિતિને ધ્યાને લઈ તેની ગાઈડલાઈન મુજબ કામગીરી સોંપવામાં આવી હતી. ઓડીટ પૂર્વે જ બી.આર.સી.ભવન શહેરાને સેનિટાઈઝર કરવામાં આવ્યું. ઓડીટ સ્થળે આવનાર તમામ આચાર્યશ્રીઓનું ગેટ પર જ તેમનું ટેમ્પરેચર ગનથી તાપમાન માપી તથા તેમને સેનિટાઈઝર કરીને જ ઓડીટ રૂમમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રજિસ્ટ્રેશન કાઉન્ટર પર તેમને ટોકન આપવામાં આવ્યો હતો. ટોકન નંબર મુજબ દરેક આચાર્યશ્રીએ ઓડિટ કરાવ્યું હતું. વેઈટિંગ બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ શાળાઓનો સમય પણ ચોક્કસ નક્કી કરવામાં આવ્યો હતો. તે મુજબ પુરા દિવસ દરમિયાન આચાર્યો પોતાના સમયે ઓડિટ માટે ઉપસ્થિત રહી ઓડીટ પૂર્ણ થયે તરત ઓડીટ સ્થળ છોડી દીધેલ હતું. ઓડીટ સ્થળે ઉપસ્થિત તમામે પોતે માસ્ક અને સોસિયલ ડિસ્ટન્ટ રાખવામાં સહકાર આપ્યો હતો.

આ ઓડિટમાં BRC, ૪ CRC, SMDC સરકારી મોડેલ સ્કૂલ કાંકરી હોસ્ટેલ, KMC – GOI જૂની પાદરડી તથા ૮૩ પ્રાથમિક શાળાઓનો સમાવેશ થયો છે. ધીરુભાઈ એન્ડ કંપની અમદાવાદ દ્વારા તમામ BRC, CRC, SMC, SMDC અને KMC-GOI ના રોજમેળ, પેટી કેશ બૂક, વાઉચર ફાઈલ, ખાતાવહી, ચેક રજીસ્ટર, ચેકબૂક રજીસ્ટર, એજન્ડા બૂક, ઠરાવ બૂક, ડેડ સ્ટોક રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર (સ્ટેશનરી રજીસ્ટર), મજૂર પત્રક, બાંધકામ સ્ટોક પત્રક, મળેલ ગ્રાન્ટ રજીસ્ટર, બીલ રજીસ્ટર, ઈનવર્ડ તથા આઉટ વર્ડ રજીસ્ટર, આવેલ પુસ્તક અને વિતરણ કરેલ રજીસ્ટર, એસ.એમ.સી.સભ્યોનું મિટિંગ રજીસ્ટર, આંતરિક ઓડિટ વર્ષ 2018 – 19 ના આંતરિક પેરાના જવાબ, ટેલી એકાઉન્ટની પ્રિન્ટ, પરિશિષ્ટ – 9 બેન્ક રિકન્સિલિએશન, પરિશિષ્ટ – 10 ગ્રાન્ટ વપરાશ પ્રમાણપત્ર, બેન્ક સ્ટેટમેન્ટ કે પાસબુક અને રોજમેળ સંબધિત તમામ બાબતોની વિગતે ચકાસણી ભાવેશકુમાર જોલટા તથા વિજયકુમાર મકવાણા દ્વારા કરવામાં આવી. શહેરા તાલુકાના SSAM ઓડીટ હેડ દિવ્યાંગભાઈ પટેલ તથા તેની સમગ્ર ઓડીટ ટીમ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી. ઓડીટ સ્થળને CCTV ફુટેજ live કરવામાં આવ્યું હતું.

બી.આર.સી.શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારે આયોજન ટીમના તમામ સભ્યો ગોવિંદભાઈ મહેરા, બાબુભાઈ વણઝારા, ભુપેન્દ્રસિંહ સોલંકી, શૈલેષભાઈ પટેલ, હરેન્દ્રસિંહ સોલંકી તથા સહકાર આપનાર તમામની સાથે સેવક ભરતભાઈ પગી અને ડેટા ઓપરેટર ગેતાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here