ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો પકડી પાડતી બાબરા પોલીસ સ્ટેશનની ટીમ

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગનાઓ દ્વારા રેન્જમાં દારૂ જુગારની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા માટે સૂચન કરેલ જે અનુસંધાને અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવુતી કરનાર ઇસમોને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ જે.પી. ભંડારી સાહેબ અમરેલી વિભાગ અમરેલીનાઓની સૂચના આધારે બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ જે.એમ. કૈલા નાઓ તથા પોલીસ ટીમ દ્વારા બાબરા પો.સ્ટે.ના બાબરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી આધારે મોજે બાબરા ટાઉન ભાવનગર રોડ વેલનાથ હોટલથી આગળ વળાંકમાં બોલેરો પિકઅપમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ સાથે ગેરકાયદેસર પ્રવુતી આચરતા ઇસમોને પકડી પાડી બાબરા પો.સ્ટે ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) જીવનરામ કિશનરામ વિશનોઇ ઉ.વ.૩૨ ધંધો ડ્રાઇવીગ રહે.લાલજીકી ડુંગરી તા.ચિતલવાના જી.ઝાલોર (રાજસ્થાન)
(૨)રામચંદ શિવજીરામ જાંટ(ચૌધરી) ઉ.વ.૩૦ ધંધો મજુરીકામ રહે.લાલજીકી ડુંગરી તા.ચિતલવાના જી.ઝાલોર (રાજસ્થાન)
પકડાયેલ પ્રોહી.મુદામાલ
ભારતીય બનાવટના વિદેશી દારૂની કંપની રીંગપેક White Lace Vodka Orange flavor લખેલ સીલપેક કાચની ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ- ૮૩૯ કિ.રૂ.૭૧,૩૧૫/-નો પ્રોહી મુદ્દામાલ તથા પિક અપ બોલેરો GJ-06-BT- 5628 ની કિમત રૂ.૭,૦૦,૦૦૦/- ગણી કુલ કિમત રૂ.૭,૭૧,૩૧૫/- ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોય જે અંગે કબજે કરેલ.

આમ, બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ જે.એમ. કૈલા તથા પોલીસ સ્ટાફના કર્મચારી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમા દારુ-જુગાર ને નેસ્તોનાબુદ કરવા સફળતા મેળવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here