છોટાઉદેપુર વિદ્યાસહાયકોને નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કર્યા ના હુકમ વિતરણ કાર્યક્રમ બોડેલી ચાચક શ્રી સ્વામિનારાયણ મંદિરમાં યોજવામાં આવ્યો

બોફેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

આજ રોજ જિલ્લા શિક્ષક સમિતિ જિલ્લા પંચાયત કચેરી છોટાઉદેપુર વિદ્યાસહાયકોને નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કર્યા ના હુકમ વિતરણ કાર્યક્રમ બોડેલી ચાચક શ્રી સ્વામિનારાયણ મંદિરમાં યોજવામાં આવ્યો હતો ત્યારે હાજર રહેલ શ્રી માંનશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ તેમજ બોડેલી ધારાસભ્યશ્રી અભેસિંહ તડવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તેમજ શ્રી પ્રકાશભાઈ વાસદીયા તેમજ ઉપસ્થિત રહેલ ઉમેશભાઈ આર રાઠવા સાહેબ તેમજ છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો સાથે રહીને ૨૮૫ જેટલા શિક્ષક ભાઇ બહેનોને નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કર્યા નું હુકમ વિતરણ કરવામાં આવ્યું હતું વિદ્યા સહાયકો માંથી શિક્ષક બનાવવામાં આવ્યા હતા ત્યારે મલકા બેન પટેલ તેમજ અભેસિંગભાઈ તડવી ને એમના મુખે ના પ્રવચનથી છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકોએ ખુશી વ્યક્ત કરી હતી અને આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકોએ તાળીઓના ગડગડાટથી આ કાર્યક્રમને વધાવી લેવામાં આવ્યો હતો અને શિક્ષકોના મુખ પર આનંદ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here