બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અઢી કરોડના ખર્ચે ભવ્ય બ્રિજ બનાવાશે… ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ખાતમુરત કર્યું

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

બાબરા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં માંગ મુજબ અને જરૂરિયાત મુજબ રોડ રસ્તાઓની ફાળવણી કરી કામગીરી શરૂ કરાવ્યા બાદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓમાં વિશાળ બ્રિજ મંજુર કરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે.
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બાબરા તાલુકાના મોટા દેવળીયા-ફુલજર- અને બળેલપીપળીયા માર્ગ પર ૭૫ લાખના ખર્ચે બ્રિજ મંજુર કરાવ્યો છે તેમજ મિયા ખીજડિયા- પાંનસડા રોડ પર ડોઢ કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે અને વલારડી પીરખીજડિયા ઇંગોરાળા ભીલડી રોડપર ૫૦ લાખના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે
અહીં ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોમાં બ્રિજ નબળા પડી ગયા હતા તેમજ અમુક ગ્રામ્ય વિસ્તારમાં માર્ગોમાં બ્રિજની તાતી જરૂરિયાત હતી ત્યારે લોક રજુઆતને ધ્યાનમાં રાખી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્ય સરકારમાં અસરકારક રજુઆત કરતા તમામ બ્રિજ અઢી કરોડના મંજુર થતા તેમનું આજે ખાત મુરત કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં બ્રિજ તૈયાર થયા બાદ લોકોને મોટી રાહત મળશે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે અહીં ગ્રામ્ય વિસ્તારોમાં બ્રિજ નબળા હોવાથી તેમજ અમુક રોડ રસ્તાઓમાં બ્રિજની જરૂરિયાત હોવાથી રાજ્ય સરકાર પાસે રજુઆત કરી બ્રિજ મંજુર કરાવ્યા છે અહીં ચોમાસાની ઋતુ દરમિયાન લોકોને વધુ હાલાકી પડતી હતી પણ હવે હવે લાખો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી તંત્ર પાસે શરૂ કરાવતા લોકોમાં રાહતની લાગણી સાથે ખુશી જોવા મળી હતી ફુલઝર ગામ પાસે આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા સુરેશભાઈ કોટડીયા મનસુખભાઈ પડસાલા બાવાલાલ હિરપરા કૃષ્ણભાઈ વાળા ચંદુભાઈ સાકરીયા તેમજ પ્રદીપ સાકરીયા સહિત ફુલજર ખીજડીયા બળેલ પીપરીયા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here