ભાજપા સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી કરનાર નાંદોદ વિધાનસભાના હર્ષદ વસાવા સહીત પુર્વ જીલ્લા પ્રમુખ સસ્પેન્ડ કરાયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ઘનશ્યામ દેસાઈ સહિત બાળ આયોગના પુર્વ ડિરેકટર ભારતીબેન તડવી, સુનિલ પટેલ આને જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ કિરણ વસાવા પણ સસ્પેન્ડ

નર્મદા જીલ્લા માં ભારતિય જનતા પાર્ટી એ પોતાના વિધાનસભા ના ઉમેદવાર ની પસંદગી કરવામાં કાચું કાપતા ભારે અસંતોષ ફેલાયો હતો, નવા ચેહરા ઓ ઉપર દાવ લગાડવાનો પાર્ટી ને ભારે ઝટકો લાગ્યો હતો, નાંદોદ વિધાનસભા ના પુર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ હર્ષદ વસાવા એ બળવો કરી પોતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી,ત્યારે ડેડીયાપાડા માં પણ જુના જોગીઓ ને પડતાં મૂકી નવાજ ચેહરા ને પ્રાધાન્ય આપવામાં આવ્યું જેથી ત્યાં પણ કાર્યકરો માં નારાજગી જોવા મળી રહી છે,આ પરિસ્થિતિ વચ્ચે ભાજપા વધું ડેમેજ ના થાય એ માટે હવે પોતાનાં કાર્યકરો સામે સસ્પેન્ડ કરવાનો શસ્ત્ર ઉગામી રહ્યું છે.

નાંદોદ વિધાનસભા બેઠક માટે અપક્ષ ઉમેદવારી કરનાર માજી સંસદિય સચિવ હર્ષદ વસાવા ને પાર્ટી પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે નર્મદા જીલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ પણ પોતાની સત્તા ની રૂએ નર્મદા જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ કિરણ વસાવા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહીલા આગેવાન ભારતીબેન તડવી સહિત કિશાન અગ્રણી અને સહકારી આગેવાન સુનીલ પટેલ સહિત નર્મદા જીલ્લા ના પુર્વ ભાજપા પ્રમુખ ઘનશ્યામ દેસાઈ ની સામે કડક પગલાં ભરી તેઓને પક્ષ માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.

સસ્પેન્ડ કરવામાં આવેલ આ તમામ ભાજપા ના આગેવાનો માજી સંસદીય સચિવ હર્ષદ વસાવા ના જુથ નાં હોય ભાજપા ના જાહેર કરવામાં આવેલ ઉમેદવાર ડૉ દર્શનાબેન દેશમુખ ના વિરુદ્ધ કામગિરી કરતાં હોય એ આ પગલાં ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ તમામ પરિસ્થિતિ વચ્ચે ભાજપા ના ઉમેદવાર ની સ્થિતિ હાલ તો કથળતી દેખાઇ રહી છે,અને હર્ષદ વસાવા એક સબળ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી ને પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here