કર્ણાટક વિધાનસભાની પછાત વર્ગો અને લઘુમતી કલ્યાણ સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત

એકતા નગર, (નર્મદા) આશિક પઠાણ :-

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની વિશાળ પ્રતિમા નિહાળી અત્યંત પ્રભાવિત થતી વિધાનસભા સમિતિની ટીમ

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે કર્ણાટક વિધાનસભાની પછાત વર્ગો અને લઘુમતીઓના કલ્યાણ માટેની સમિતિના ૨૦ સભ્યો અને ત્રણ અધિકારીશ્રીઓની ટીમ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી હતી. કર્ણાટક વિધાનસભાની ટીમ માટે આ ક્ષણ ખરેખર ગૌરવાંન્વિત કરનારી હતી. ભારતની એકતા અને અખંડિતતાના પ્રતિકરૂપ વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને નિહાળી ટીમ અત્યંત પ્રભાવિત થઇ હતી.

કર્ણાટક વિધાનસભાની પછાત વર્ગો અને લઘુમતીઓના કલ્યાણ માટેની સમિતિની ટીમે ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી સરદાર સાહેબની પ્રતિમાના હૃદયસ્થાનેથી નર્મદા બંધ અને ખળખળ વહેતી નર્મદા નદીનો અદભૂત નજારો પણ નિહાળ્યો હતો. વિધ્યાંચલ-સાતપુડાની ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. તદ્દઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-ચરિત્ર વિષેની ફિલ્મ નિહાળવા સહિત મ્યુઝીયમમાં પ્રદર્શિત કરાયેલું તસવીરી પ્રદર્શન પણ ટીમે નિહાળ્યું હતું. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના ગાઈડ સુશ્રી સાહિન મેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાસીયત અને વિરાટત્વની ઝીણવટભરી જાણકારી પુરી પાડી હતી.

આ મુલાકાત વેળાએ કર્ણાટક વિધાનસભાની સમિતીની ટીમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના જીવન-કવનની ઝાંખી કરાવતો લેશર-શો પણ નિહાળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here