લેન્ડગ્રેબીંગના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પાણીગેટ પોલીસ

વડોદરા, સકીલ બલોચ :-

મે.પોલીસ કમિશ્નર ડૉ. શમશેરસીંગ સાહેબ તથા મે.સંયુક્ત પોલીસ કમિશ્નર મનોજ નિનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર સા. ઝોન-૩ યશપાલ જગાણીયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ “ઇ’ ડીવીજન જી.ડી.પલસાણા સાહેબ વડોદરા શહેર નાઓએ ગંભીર ગુનાઓના આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના આપેલ.
પાણીગેટ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૧૭૨૨૦૯૨૭૪૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, તથા ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એક્ટ ૨૦૨૦ ની કલમ ૫(૯) મુજબના કામે કામે આરોપી નામે ઠાકોરભાઇ કાલીદાસ પટેલ(મિસ્ત્રી) મુળ રહે- ગામ સુંદરપુરા તા.જી. વડોદરા હાલ રહે- ફ્લેટ નં ૩૦૧ શ્રી કોમ્પલેક્ષ, ખોડીયાર નગર, જશરાજ કોમ્પલેક્ષની પાછળ, વાઘોડીયા ડભોઇ રીંગ રોડ, વડોદરા શહેર નાનો સદર ગુનાના કામે પકડવાનો બાકી હોય.
જે ગુનાના કામના આરોપીને પકડવા માટે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.ગોહીલ તથા સેકન્ડ પો. ઈન્સ. એમ.બી.રાઠોડ નાઓએ ટીમ બનાવી જરૂરી સુચના આપેલ. જે આધારે ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કો. રવીન્દ્ર જશુભાઇ તથા અ.પો.કો. હસમુખભાઇ દેવાભાઇ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે લેન્ડ ગ્રેબીંગના ગુનામાં નાસત્તા ફરતા આરોપી નામે- ઠાકોરભાઇ કાલીદાસ પટેલ(મિસ્ત્રી) નાને મોજે પરીવાર ચાર રસ્તા ભૈરવ નગર આર.ઓ. પ્લાટ પાસેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here