કાલોલ વિધાનસભા બેઠક માટે ૧૧ ઉમેદવારો વચ્ચે જામશે જંગ… નિશાન અને નંબર ફાળવણી કરાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠક ઉપર ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ આજ રોજ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત આઠ પક્ષ અને ત્રણ અપક્ષ એમ કુલ ૧૧ ઉમેદવારો હાલ મેદાનમાં છે. ચુંટણી અધિકારી અમિતા પારઘી દ્વારા આજરોજ ઉમેદવારો ને નિશાન તેમજ અનુક્રમ નંબર ની ફાળવણી કરવામાં આવી. ઉમેદવારના ખર્ચ અને તેના હિસાબ બાબતે જરૂરી સૂચનાઓ આપી અને આગામી બેઠક કલેકટર કચેરીએ રાખી હોવાની સૂચનાઓ આપી હતી.
ચૂંટણી અધિકારી દ્વારા ફાળવેલ અનુક્રમ નંબર.
(૧)પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ (કોન્ગ્રેસ)
(૨) ફતેસિંહ વખતસિંહ ચૌહાણ ( ભાજપ) (૩) વાઘેલા સતિષકુમાર રમેશભાઈ ( બહુજન સમાજ પાર્ટી)
(૪) વિજયસિંહ મગનસિંહ ચૌહાણ(ગરવી ગુજરાત પાર્ટી)
(૫) જયેશ શાંતુભાઈ રાઠોડ (પચાસી પરીવર્તન પાર્ટી)
(૬) મહેન્દ્રસિંહ રામસિંહ જાદવ (લોક જનશકિતપાર્ટી)
(૭) રાજેન્દ્રસિંહ જશવંતસિંહ ઠાકોર (પ્રજા વિજયપક્ષ) )
(૮) દિનેશભાઈ કનુભાઈ બારીયા (આમ આદમી પાર્ટી)
(૯)જાદવ દેવેન્દ્રસિંહ વાધસિંહ (અપક્ષ)
(૧૦) પૂનમચંદ મડાભાઈ (અપક્ષ)
(૧૧) ડાયાભાઈ જેસીંગભાઇ વણકર (અપક્ષ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here