ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરી અસરગ્રસ્તોને રાહત સામગ્રીનું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિતરણ કર્યુ

ભરૂચ, આશિક પઠાણ (રાજપીપળા) :-

ઈન્દોર,ઓરપટાર, અવિદ્યા, સિમોદ્રા, જુનાપરા માં રાહત સામગ્રી પહોંચાડી લોકો ને સાંત્વના આપી

નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના નદી કિનારાના ગામોમાં ભારે નુકસાન પહોંચતા લોકોને ભારે નુકસાન થતા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઝઘડિયા તાલુકાના પૂર્વગ્રસત વિસ્તારોમાં ફરી પૂર્ગ્રસ્તોની મુલાકાત લઈ તેઓને સાંત્વના આપી રાહત સામગ્રી તરીકે અનાજની કીટોનું વિતરણ કર્યું હતું જે પ્રસંગે તેમની સાથે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નર્મદા નદીમાં પુર આવવાથી જે અસરગ્રસ્તો થયા છે એમને ગામેગામ ઘરે ઘરે જઈને એમની રૂબરૂ મુલાકાત કરવામાં આવી રહી છે. ઝઘડિયા તાલુકાના ઇન્દોર,ઓરપટાર,અવિધા જુનાપરા,સીમોદરા જેવા ગામોમાં લોકોની આ દુઃખદ ઘટનામાં તેમના પડખે ઉભા રહી અને જેટલી બને એટલી સહાય કરતા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લાના તેમજ ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ કાર્યકર્તાઓ સાથે ગામના અસરગ્રસ્ત પરિવારોને ચોખા, ઘઉં, દાળ, ડુંગળી, બટાકા,ખાંડ, તેલ, મીઠું, મરચું, મસાલો, હળદર, સાબુ જેવી વસ્તુઓ 10 દિવસ સુધી ઘર વપરાશ માં ચાલે તેવી કિટો બનાવી અને વિતરણ કરવામાં આવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here