ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે પરંપરાગત મુજબ શસ્ત્રોની પૂજા અર્ચના સંપન્ન કરાઇ

ડભોઇ,(વડોદરા)સરફરાઝ પઠાણ :-

વિજયાદશમી એટલે દશેરાનું પર્વ જે અસત્ય પર સત્યનો વિજય ના પર્વના દિવસે શસ્ત્ર પૂજા કરવી એ ખાસ મહત્ત્વ ધરાવે છે. જે અંતર્ગત આજરોજ ડભોઇ પોલીસ જવાનો દ્વારા શસ્ત્રોની સાફ-સફાઈ કરી શસ્ત્રોની પૂજા અર્ચના કરાઇ હતી.
જેમાં ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ પરંપરાગત રીતે આ વર્ષે પણ શસ્ત્ર પૂજન કરાયું હતું જેમાં મહારાજ દ્વારા ધાર્મિક સાસ્ત્રોકત મંત્ર વિધિ સાથે પોલીસ અગ્નિ શસ્ત્રો નું કંકુ,ચાંદલા કરી ફુલ અગરબત્તી કરી શસ્ત્રોને ધૂપ આપી પૂજન કરાયું હતું. જ્યારે પૂજન વિધિ કર્યા બાદ પોલીસ જવાનો પોતાની ફરજ બજાવવા દશેરાના બંદોબસ્ત માં જવા માટે રવાના થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here