ઝઘડિયા તાલુકાના રતનપુર ગામેં હજરત બાવાગોર બાબાની દરગાહ ખાતે આવેલ પૌરાણિક પાણીના પોખરને 12/10/2023 ના ગુરૂવારના રોજ વધાવવામાં આવશે

ઝઘડીયા, (ભરૂચ) ઇરફાન શેખ (બાસ્કા) :-

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામ રતનપુર થી આશરે ત્રણેક કિમી દૂર પહાડ પર સુફી સંત હજરત મુબારક નુંબી ઉર્ફે બાવાગોર બાબા, માઈસા મિશ્રામાં ગોરીસા બાવા, તથા હઝરત ખાખી શાહ બાબા ની મઝાર આવેલી છે આ દરગાહ ખાતે એક પૌરાણિક પાણીનો ચશ્મો (પાણી નું પોખર) આવેલ છે જેને તારીખ: 12/10/2023 ને ગુરૂવારના રોજ બપોરે ત્રણ કલાકે મુસ્લિમ ભક્તો દ્વારા દર વર્ષ ની જેમ વધાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ ચશ્મો બાવાગોર દાદા ના સમયથી જ 800 વર્ષોથી પહાડ પર સ્થિત છે અને દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે એટલે કે મુસ્લિમ પંચાંગ મુજબ 25 માં ચાંદ ને રોજ પરંપરાગત રીતે તેમાં નાળિયેર,ફુલ,મમરા, ધાણી,પૈસા ના સિક્કા વગેરે નાખીને મન્નતો માંગીને તેને વધાવવામાં આવતો હોય છે અને તેનું ઉર્ષ મનાવવામાં આવતું હોય છે, જે આ વર્ષે પણ 12 થી 15 તારીખ સુધી નું રહેશે.
આજથી આશરે 800 વર્ષ પૂર્વે આ સુફી સંત હઝરત બાવગોર અને તેઓની સાથે એક કાફલો આફ્રિકા ના સુડાંન થી ભારત કાઠિયાવાડના ભાવનગર ખાતે આવીને વસ્યા હતા ત્યારબાદ બાવા ગોરબાબાને કુદરતી હુકમ થયું કે તેઓ રતનપુર ખાતે વસ્તી રતનપુર ની ભોળી ભાળી આમ પ્રજાના હિત માટે અને તેઓના રક્ષણ માટે વર્ષો થી ત્યાં રહેતી જાદુગરની જે નદી તળાવ નું પાણી સૂકવી નાખતી ઉભેલા ઝાડ ને આગ લગાડી દેતી તેઓના ઝોંપડી ઝૂંપડા સળગાવી દેતી જેના જુલ્મી અત્યાચાર અને તેના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો એ અલ્લાહ ને દુવા કરી કે અલ્લાહ તું કોઈ રહેબાર ને મોકલ અને અમારી રક્ષા કરે જેથી ત્યાંની પ્રજાને મુક્ત કરવા માટે આ વલિ ને રતનપુર ખાતે મોકલવામાં આવ્યા હતા અત્રે આવીને તેઓએ આ ડાયણ જાદુગરની સાથે જંગ કરીને તેને કેદ માં લીધી અને ત્યાંની પ્રજા નું કલ્યાણ કર્યું ત્યાર બાદ તેઓ ત્યાંજ પહાડ ખાતે રહીને અલ્લાહ ની બંદગી કરી હતી અને ત્યાં જ કયામ કરીને વસી ગયા હતા.ત્યારબાદ તેઓને તથા તેઓના તમામ પીર ઘરના ને આ ફાનીદુનિયા થી પરદો કાર્યા બાદ ત્યાં ના લોકોએ આ પહાડ ખતેજ મદફન કરાવ્યા (દફનાવ્યા) હતા. અને દિન પ્રતિદિન લોકો ની આસ્થા માં વધારો થતાં આજે પણ લોકો ની ભીડ સેલાબ રૂપે આવતી હોય છે, વધુમાં માઈ મિશ્રા ની મંગણી એટલે કે (સગાઈ) જેવી રશમ પણ અત્રે દર વર્ષે ઉર્ષ ના સ્વરૂપે મનાવવા માં આવતી હોય છે જેમાં જામનગર સ્થિત તેઓના વંશજો તરફ થી ઓઢણી અને બંગડી અને આભૂષણો લઈને વાજતે ગાજતે અને ધમાલ સાથે બવાગોર દરગાહ ખાતે આવતા હોય છે અને તેઓના પરંપરાગત ગીતો ગાતા હોય છે,
વધુમાં ચશ્મા ને વધાવવા દર વર્ષે ઉર્ષ ના ટાણે અત્રે વડોદરા ના રિફાઈ ગાદીના ગાદી નસીન હઝરત કમાલુદ્દીન બાબા રિફાઈ અને બાવાગોર ની દરગાહના હાલના ગાદી નસીન હઝરત જાનુ બાપુ ના હસ્તે પરંપરાગત રીતે ચશ્માને વધાવવાની વિધિ સંપન્ન કરવામાં આવતી હોય છે ઉલ્લેખનીય છે કે બાવાગોરની દરગાહ ખાતે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને હઝરતની દુવા અને આશીર્વાદ મેળવીને ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે અને લોકોની મનમાંગી મન્નતો પણ અત્રે પૂરી થતી હોય છે અને ઇન્સાની શરીરમાં રહેલા વર્ષો જૂના ભૂત-પીસાજ અને જાદુ-ટોના પણ આ દરગાહ ખાતે હાજરી ભરતા નીકળી જતા હોય છે, જ્યારે દર ગુરુવારે અને રવિવારે આ જગ્યાએ મોટી જન સંખ્યામાં માનવ મેદની જોવા મળે છે બાવાગોર આવવા માટે ઝઘડિયા રાજપારડી અને રતનપુર થી વાહનોની સગવડ મળી રહેતી હોય છે અહીંયા માનવ મેરામણ દિન પ્રતિ દિન વધતા દરગાહ ખાતે મૂળ આફ્રિકન નૈન-નક્ષે દેખાતા આફ્રિકી ગુજરાતી લોકો દ્વારા દુકાનો,હોટલો અને શૌચાલયની પણ સગવડ કરેલ છે, ત્યાં વસતા લોકો ખુબજ નમ્ર અને કોમળ સ્વભાવના છે જે પોતાના કામ થી કામ રાખનારું સ્વભાવ ધરાવે છે અને દરગાહ ખાતે આવનાર મહેમાનોની આવોભગત પણ સારી રીતે કરતા હોય છે, વધુમાં આ દરગાહ શરીફ એટલી રમણીય અને મનમોહક છે કે અહીંયા વારંવાર આવવાનું મન થતું હોય છે અને અન્ય લોકો પણ પોતાના દુઃખ દર્દ અને પીડાઓ થી નજાત ઈચ્છતા હોવ તો એક વાર આ દરગાહની મુલાકાત લેવા થી તમામ દુઃખ દર્દ આ વલી લઈ લેતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here