કોવિડ – ૧૯ અંગે લોકજાગૃતિ માટે ઓક્ટોબર-નવેમ્બર-૨૦૨૦ ના માસ દરમ્યાન IEC (Information Education Communication) અંતર્ગત શહેરાની તમામ સરકારી શાળાઓ, સી.આર.સી.અને બી.આર.સી.ભવન ખાતે બેનર લગાવવામાં આવ્યા

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

ભારત સરકારના કેબિનેટ સચિવશ્રીની અધ્યક્ષતામાં તા.૦૧.૧૦.૨૦૨૦ ના રોજ યોજાયેલી વીડિયો કોંફરન્સમાં ઓક્ટોબર અને નવેમ્બર ૨૦૨૦ બે માસ દરમ્યાન કોરોના મહામારી અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે IEC (Information Education Communication) અભિયાન સ્વરૂપે ઉજવણીના ભાગરૂપે શિક્ષણ વિભાગ, જિલ્લા પંચાયત પંચમહાલ – ગોધરા દ્વારા કોવિદ – ૧૯ અંગે લોકજાગૃતિ માટેના ૨૭૨ બેનર આપવામાં આવ્યા. તે શહેરા તાલુકાના બી.આર.સી.ભવન, ૨૨ – સી.આર.સી.ભવન અને ૨૪૬ પ્રાથમિક શાળા અને ૩ – સરકારી માધ્યમિક શાળાઓમાં કોવિદ – ૧૯ અંગે લોકજાગૃતિના બેનર લગાવી સ્થાનિક લોકોને સાબુથી વારંવાર હાથ ધુઓ,સાચી રીતે માસ્ક પહેરો, છ ફૂટનું અંતર જાળવો અને જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીં વગેરે માર્ગદર્શન આપવામાં આવ્યુ. સમગ્ર શિક્ષા અભિયાન કચેરીના કર્મચારી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આ અંગે જાગૃત થાય તે માટે IEC અંતર્ગત કોવિદ – ૧૯ સામેની લડાઈમાં પાયારૂપ બાબતોનું બહોળા પ્રમાણમાં અનુકરણ અને પાલન થાય તેમજ આ પ્રસ્થાપિત થયેલ કાર્યપધ્ધતિ કોરોનાના સંક્રમણને અટકાવવામાં અત્યંત મહત્વપૂર્ણ હોય આ અંગે સમગ્ર શિક્ષા અભિયાન કચેરી અને શાળાઓમાં સંદેશનો પ્રસાર થાય અને કર્મચારીઓ પણ આ બાબતે ઉત્સાહિત થઈને લોકજાગૃતિ અંગે યોગદાન આપે તે માટે તેમને પ્રેરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર પંચમહાલ ડૉ.વી.એમ.પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.ધર્મેન્દ્ર ભમાત, નાયબ જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર નીતિન પટેલ અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર અને સમગ્ર શિક્ષા અભિયાન શહેરા દ્વારા ઓક્ટોબર ૨૦૨૦ થી નવેમ્બર ૨૦૨૦ માસ દરમ્યાન એક્શન પ્લાન તૈયાર કરી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી કોરોના મહામારીને રોકવા સતત પ્રયત્નશીલ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here