ભરુચ ખાતે આરોગ્ય મંત્રી કિશોર કાનાણીની અધ્યક્ષતામા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે બેઠક મળી

ભરૂચ,
આશિક પઠાણ(નર્મદા)

જીલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ ઉપર કબજો કરવાની રણનીતિ ધડાઇ

ભરૂચ જિલ્લાના હાંસોટ, અંકલેશ્વર શહેર, અંકલેશ્વર તાલુકા, વાગરા તાલુકા, ભરૂચ શહેર અને ભરૂચ તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે તાલુકા સંગઠન અને પ્રદેશ નિરક્ષક તથા આરોગ્ય મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર) ની અધયક્ષતા મા પ્રદેશ નિરીક્ષક શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા તથા શ્રીમતી ડો.અમિતાબેન પટેલની ઉપસ્થિત મા ભરૂચ જિલ્લાની જિલ્લા સંકલન બેઠક રંગઇન લોડઝૅ હોટેલ, ભરૂચ ખાતે મળી હતી જયા આવનાર સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા ઓની ચૂંટણી ઓ માટે ના ઉમેદવાર સહિત તમામ તાલુકા પંચાયતો , જીલ્લા પંચાયત સહિત નગરપાલિકાઓ મા સત્તા પ્રાપ્ત કરવા ની રણનીતિ સહિત ઉમેદવારો અંગે પરામર્શ કરાયુ હતું.

આ બેઠકમાં ભરુચ ના સાંસદ મનસુખભાઈ વસાવા , ભરૂચ જિલ્લાના ભાજપ પ્રમુખશ્રી મારુતિસિંહ અટોદરિયા, માજી. પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ જી પરમાર, ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ, ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, ભરૂચ જિલ્લાના મહામંત્રીશ્રીઓ નીરલકુમાર પટેલ, શ્રી ફતેસિંહભાઈ ગોહિલ, શ્રી વિનોદચંદ્ર પટેલ, માજી. જિલ્લા પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ, માજી. ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી વગેરે હોદેદારો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here