સાંસદ મનસુખભાઈ વસાવાનો ઈકો સેન્સેટીવ ઝોનના મુદ્દે લોકોને ગુમરાહ અને સસ્તો મુદ્દો બનાવવાનો BTP ઉપર આરોપ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ઈકો સેન્સેટિવ ઝોનની કાયમી એન્ટ્રી રદ થઈ છે BTP ગેરમાર્ગે દોરી રહી છે

BTP એ ઈકો સેન્સેટિવ ઝોનને ચૂંટણી મુદ્દો બનાવતા ભાજપા BTP આમને સામને

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કડકડતી ઠંડીમાં પણ નર્મદા જીલ્લા સહિત ભરુચજીલ્લા અને આદિવાસી વિસ્તારોમાં રાજકીય વાતાવરણ ગરમાઇ રહયુ છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવ્યા બાદ ખેડૂતોના કટિયામાં ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી પાડવામાં આવતા વિવાદ વકર્યો હતો.આદિવાસીઓની જમીનો સરકાર પડાવી લેવાનાં વિવિધ રાજકીય પક્ષો જેમકે કોગ્રેસ સહિત BTP એ સરકાર ઉપર ગંભીર આરોપ લગાવ્યો હતો. ઇકો સેન્સેટીવ ઝોન ના મુદ્દે રાજકીય લાભ મેળવવા મા BTP લાગતા ભરુચ નર્મદા જિલ્લા ના સાંસદ મનસુખભાઈ વસાવા મેદાનમાં ઉતર્યા છે.

સરકારે એક તબક્કે ઇકો સેન્સેટીવ ઝોન ના મુદ્દે 121 ગામ ના સરકારી રેકર્ડ ઉપર જમીનો ના કટિયા મા સરકાર ની માલિકીની કાંચી ઇન્ટરીઓ પાડી હતી. જેનો ભારે વિરોધ થયો હતો. સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસ BTP ના વિરોધ બાદ સરકારે એન્ટ્રી કાયમી ધોરણે રદ કરતા વિવાદ થમ્યો હતો. જે બાદ હાલ સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા ઓની ચૂંટણી ઓ ના ટાંણે BTP હાલમાં ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે આંદોલન ચલાવી રહ્યુ છે.BTP નું કેહવું છે કે ચૂંટણીને લીધે ભાજપે ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી હાલ પૂરતી સ્થગિત કરી છે ચૂંટણી પત્યા બાદ સરકાર એન્ટ્રીઓ પાડવાનું ફરી ચાલુ કરશે.BTP ના આ નિવેદનને ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જુઠાણું દર્શાવ્યું છે અને કહ્યુ છે કે BTP લોકોને ભરમાવી રહી છે ગેરમાર્ગે દોરી રહી છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવતા આદિવાસીઓનો આક્રોશ કેવો છે એ બાબતે પોતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વન મંત્રી ગણપત વસાવા સાથે રૂબરૂ ચર્ચાઓ કરી હતી. જે ચર્ચા બાદ ઈકો સેન્સેટિવ ઝોનની એન્ટ્રીઓ સરકારે કાયમ માટે રદ કરી છે, હવે બીજી એન્ટ્રીઓ પડવાની પણ નથી. BTP એને ચૂંટણી મુદ્દો બનાવી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, પોતાની પાર્ટીનો વ્યાપ વધારવા ખોટા આંદોલનો કરી રહી છે નો ગંભીર આરોપ BTP ઉપર સાંસદ મનસુખભાઈ વસાવા એ લગાવ્યો છે. આ મામલે કેન્દ્રમાં પણ રજુઆત કરવાના છે અને ઈકો સેન્સેટિવ ઝોન રદ કરવાની માંગ થનાર હોવાનું પણ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here