નર્મદા જીલ્લા વાસ્મો વિભાગે (PM-JANMAN) અભિયાન અંતર્ગત સર્વે કરી હાથ ધરી કામગિરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સાગબારા અને દેડિયાપાડાના આદિમ જૂથના ૧૦૬૩ ઘરોને નલ સે જલ યોજના ઘર સુધી પહોંચાડી

ભારત સરકાર દ્વારા આદિમ જુથના વિકાસ માટે (PM-JANMAN) અભિયાન અંતર્ગત તમામ પરિવારોને સરકાર ની વિવિધ જનકલ્યાણકારી યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી ૧૦૦ ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ મોદી દ્વારા ‘પીએમ જનમન’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાન દ્વારા નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં આદિમજુથના પરિવારોને પાયાની સુવિધાઓ પુરી પાડવા નર્મદા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા સર્વે કરી કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહી ગયેલા પરિવારોને યોગ્યતા મુજબ લાભ મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લામાં બંનને તાલુકાના ગામોમાં વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ સર્વેની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ૧૦૪૮ ઘરોમાંથી ૧૦૬૩ ને જલ સે જલ યોજનાનો લાભ અપાઇ ગયા છે. જયારે ૧૬૭ ઘરોની કામગીરી ચાલી રહી છે.

સાગબારા અને દેડિયાપાડા તાલુકાના ગામોમાં કોટવાળિયા સહિત વિવિધ આદિમજાતિ જુથના પરિવારોને પાણી, વીજળી, રસ્તા, શિક્ષણ, આરોગ્યની સહિતની વિવિધ યોજનાઓ ઘરઆંગણે આપવામાં માટે નર્મદા જિલ્લાતંત્ર ખડેપગે ઊભી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here