બોડેલી સહીત તાલુકામાં વિવિધ શાળા તેમજ સંસ્થામાં ૭૭ માં સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજ વંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના લડોદ ખાતે શારણેશ્વર વિદ્યાલય માં ભારતના ૭૭ મા સ્વતંત્ર દિન ની બોડેલી તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લા નાયબ કલેક્ટર મૈત્રી દેવી સીસોદીયા ના વરદ હસ્તે ધ્વજ વંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી બોડેલી તાલુકા કક્ષા નો સ્વતંત્ર દિન ની ઉજવણી કરી હતી. બોડેલી શેઠ એચ એચ શીરોલાવાળા હાઈસ્કૂલમાં સ્વતંત્ર દિન ની ઉજવણી કરવામાં આવી હતી શાળા ના પટાગણ મા શાંતી ભાઈ પટેલ એ ધ્વજ ફરકાવી રાષ્ટ ધ્વજ ને સલામી આપી હતી ત્યાર બાદ શાળા ના વિદ્યાર્થીઓ એ રાષ્ટ ગીત પર વિવિધ કૃતિ ઓ રજુ કરતા ઉપસ્થિત સૌ ટ્રસ્ટી મંડળ તેમજ નગર જનો ને મંત્રમુઘ કરી દીધા હતા.સમગ્ર વાતાવરણ દેશ ભક્તિ મા છવાઈ ગયું હતું.અલીપુરા ની નવજીવન હાઈસ્કૂલ મા સ્વતંત્ર દિન ની ઉજવણી કરવામાં આવી હતી નવજીવન સ્કૂલ ના પતાગણ મા ગોપાલભાઈ પંચાલ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો જેમાં શાળા ના ટ્રસ્ટી મંડળ,આચાર્ય એકનાથ જાદવ ,શાળા ના શિક્ષકો તેમજ મોટી સંખ્યા મા વિદ્યાર્થી ઓ હાજર રહ્યા હતા.એમ ડી વિદ્યાલય અને ખત્રી વિદ્યાલય મા ,મંડળના મંત્રી આ.રહેમાન મેહતા દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો શાળા મા સ્વતંત્ર દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બોડેલી મા બ્રહ્માકુમારીઝ દ્વારા બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.બોડેલી સહીત તાલુકા ની વિવિધ શાળા મા આન,બાન અને શાન થી સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ ને સાર્થક કરતી કલા કૃતિઓ દર્શાવવામાં આવતા દેશભક્તિ ના ગીતો થી ગુંજી ઉઠ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here