છોટાઉદેપુર ખાતે સ્વાતંત્રય પર્વ નિમિતે કેબિનેટ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે ખેલમહાકુમ્ભમાં કથ્થક નૃત્યમાં જિલ્લામાં અવ્વલ અને રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર કોસીંદ્રા ગામની માહી રાજેશભાઈ રાવળનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્રય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે ખેલમહાકુમ્ભમાં કથ્થક નૃત્યમાં જિલ્લામાં અવ્વલ અને રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર બોડેલી તાલુકાના કોસીંદ્રા ગામે શ્રી ટી વી વિદ્યાલયમાં અભ્યાસ કરતી માહી રાજેશભાઈ રાવળનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.જેને લઈને કોસીંદ્રા ગામના નગરજનો અને શાળા પરિવારે ગામનું ગૌરવ વધારનાર દીકરી માહીનું ઠેર ઠેર પુષ્પવર્ષા કરી અભિવાદન કર્યું હતું.દીકરી માહીને સન્માન અંગે તે કેટલી ખુશ છે?તે અંગે પૂછવામાં આવતા તેને જણાવ્યું હતું કે આ સન્માન મારુ સન્માન નથી બલ્કે મારા પરિવાર,ગામ,તાલુકા અને જિલ્લાનું સન્માન છે.ભવિષ્યમાં ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ પણ અવ્વલ નંબર પ્રાપ્ત કરી ગુજરાતનું નામ રોશન કરી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવાની આશા વ્યક્ત કરી હતી.તેને રાજ્ય કક્ષાએ ભાગ લેવા દક્ષિણ ગુજરાતમાં આગલા દિવસે પહોંચવાનું હતું.જે તેના પિતા સાથે હેમખેમ પહોંચી તો રહેવાની વ્યવસ્થા ન હોવાથી છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા પાસે મદદ માગતા સાંસદે પોતાના વિસ્તારની દીકરી અને પિતાની રહેવા સાથે જમવાની પણ યોગ્ય વ્યવસ્થા કરી આપેલ તે માટે સાંસદ ગીતાબેન રાઠવાનો આભાર પ્રગટ કર્યો હતો.ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ ભાગ લઇ ત્રીજો ક્રમાંક મેળવ્યા પાછળ સાંસદ ગીતાબેન રાઠવાએ કરેલ મદદને દીકરી માહી અને પિતા રાજેશભાઈ રાવળ જવાબદાર માને છે.જિલ્લાના સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં સાંસદ ગીતાબેન રાઠવા,ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા,જિલ્લા કલેક્ટર,જિલ્લા ડીડીઓ,કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ સહીત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here