શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે યોજાયું ગીતા જયંતિ પર્વ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પરિસંવાદમાં ૪૦૦ જેટલા સહભાગીઓએ શ્રીમદ્ ભગવદ ગીતા પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરી

માગસર સુદ અગિયારશ, ૨૨ ડિસેમ્બર, ૨૦૨૩ ને શુક્રવારે ગીતાજયંતિના દિવસે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલના દ્રષ્ટિવંત કુલપતિ મા. શ્રી ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ સાહેબના માર્ગદર્શનમાં વેદવ્યાસ ચેર અને યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત વિભાગના ઉપક્રમે ગીતા જયંતિ પર્વ, ઓન line અને ઓફ line પરિસંવાદ યોજવામાં આવ્યો.
આ પરિસંવાદમાં ૪૦૦ જેટલા સહભાગીઓએ ઉપસ્થિત રહીને ભારતીય તત્વજ્ઞાનના વિશ્વશ્રેષ્ઠ ગ્રંથ શ્રીમદ્ ભગવદ ગીતા પ્રત્યે પોતાની શ્રદ્ધા પ્રગટ કરી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં સંસ્કૃત વિભાગના સંયોજક ડૉ. રાજેશ વ્યાસે મંગલાચારણ અને પ્રાસ્તાવિક રજૂ કર્યું. ત્યાર બાદ કુલપતિશ્રી, યુનિવર્સિટીના વિવિધ વિભાગોના પ્રોફેસરશ્રીઓ, આસિસ્ટન્ટ પ્રોફેસરશ્રીઓ અને phd ના શોધાર્થી છાત્રોએ શ્રીમદ ભગવદ ગીતાજીનું કંકુ અક્ષત, પુષ્પ વડે પૂજન કર્યું હતું. તત્પશ્ચાત રાષ્ટ્રપતિ પુરસ્કૃત વિદ્વાન ડૉ.વિજયભાઈ પંડ્યા અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ અને વિવિધ ભાષાઓના સાક્ષર મા. શ્રી ભાગ્યેશભાઈ જહા સાહેબે શ્રીમદ ભગવદ્ગીતાનું તત્વજ્ઞાન અને જીવન સંદેશ વિષયે વિશદ વ્યાખ્યાન આપ્યાં. વેદવ્યાસ ચેરના સંયોજકશ્રી ડૉ એન એમ ખંડેલવાલસાહેબે ગીતાસાર વિશે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સમાપન નોંધ વ્યક્ત કરતાં કુલપતિ શ્રી ડૉ.પ્રતાપસિંહ ચૌહાણસાહેબે ગીતાના સંદેશ વિશે માર્ગદર્શન આપી ઉપસ્થિત સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર પરિસંવાદની રૂપરેખા, સંકલન અને સંચાલન યુનિવર્સિટીના એકેડેમિક એડવાઇઝર ડૉ. કુમાર જૈમિનિ શાસ્ત્રીએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here