રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત લાભ લેવા કોમન સર્વિસ સેન્ટર ૫ર વિનામૂલ્યે રજીસ્ટ્રેશનની સુવિધા…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ ઉજજૈન અને પંચમહાલ જિલ્લા વહિવટીતંત્રના સંયુકત ઉ૫ક્રમે સિનિયર સિટીઝનને શારીરીક સાધન સહાય મેળવવા નિશુલ્ક રજીસ્ટ્રેશનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં 60 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા બી.પી.એલ કાર્ડધારક અથવા રૂા. 1,80,000/-થી નીચેની વાર્ષિક આવક ઘરાવતા વયોવૃધ્ધો માટે તેમની ઉંમરના કારણે શારીરિક અક્ષમતા, ઓછી દ્વષ્ટિ સાંભળવાની ક્ષતિ, દાંતની તકલીફમાં મદદરૂ૫ બનતા સહાયક સાધન મેળવવા માટે નજીકના કોમન સર્વિસ સેન્ટરમાં વિનામુલ્યે રજીસ્ટ્રેશન કરી શકાશે. રજીસ્ટ્રેશન બાદ તાલુકા-કક્ષાએ નિષ્ણાંત તજજ્ઞોના ચકાસણી કેમ્પનું આયોજન કરી તેમાં જરૂરીયાત અને નિષ્ણાંત તજજ્ઞનાં અભિપ્રાય મુજબ લાયક ઠરેલ લાભાર્થીને વ્હીલચેર, શ્રવણયંત્ર, કૃત્રિમદાંત, ચશ્મા, વોકર, કાખઘોડી, વોકિંગ સ્ટીક વિથ સીટ, સર્વાઇકલ કોલર, ટ્રાઇપોડ, ટેટ્રાપોડસ,ફૂટકેર કિટ તથા સ્પાઇનલ સપોર્ટ સહિતના ઉપકરણનું જિલ્લા/તાલુકાકક્ષાએ વિતરણ કરવામાં આવશે. રજીસ્ટ્રેશન કરવા ઇચ્છુક લાભાર્થીએ ફોટોગ્રાફ, આઘાર કાર્ડ/ચુંટણીકાર્ડ, બીપીએલ રેશનકાર્ડ/મનરેગા કાર્ડ અથવા વાર્ષિક રૂ.1,,80,000/- ની મર્યાદાનો આવકનો દાખલો કે ૫છી ઇન્દિરા ગાંઘી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજનાનો મંજુરી હુકમ જોડવાનો રહેશે એમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here