બોડેલી : પ્રસાશનની અજાણનીતિથી ત્રસ્ત થયેલા નાગરિકનો અનોખો વિરોધ…

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

બોડેલીના જૂની બોડેલી વિસ્તારમાં આવેલ મહાવીર જીન પાછળ આવેલા વર્ષો જુના રસ્તા પરનું દબાણ દૂર કરવા જમીન માલિકે અનેકવાર વહીવટી તંત્રમાં રજુઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતા તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે પોલીસ સ્ટેશનમાં તેઓને પૂછપરછ માટે બોલાવતા તેઓ બંડી, ચડો પહેરી અનોખો વિરોધ કરી ચાલતા પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલી તાલુકાના જૂની બોડેલી વિસ્તારમાં આવેલ મહાવીર જીન પાછળનો સર્વે નં.170 વિવાદ ગ્રસ્ત છે.ત્યાં સરકારી રસ્તા પર દબાણ થયુ છે.જમીન માલિક દિનેશ નાગરે માપણી માટે તગડી ફી ભરીને માપણી કરાવી છતાં તેના આધારે હજી કોઈ કાર્યવાહી થતી નથી. રસ્તા બાબતે તેઓએ અનેક વાર વહીવટી તંત્રમાં રજુઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી જેને લઈ તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ જૂની બોડેલીના કેટલાક રહીશોમાં પણ આ રસ્તા પર થયેલા દબાણને લઈને આક્રોશ છે. તેમજ તેઓએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ભાજપ સરકારમાં ન્યાય ન મળતા તેઓ તા.15 ઓક્ટોમ્બરથી પ્રતીક ઉપવાસ આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. જે બાબતે મામલતદાર કચેરી અને બોડેલી પોલીસ સ્ટેશનને લેખિત જાણ કરી છે. કોઈ અધિકારી તેઓને ગણકારતા નથી પરંતુ બોડેલી પોલીસ સ્ટેશનથી તેઓને પૂછપરછ બોલાવતા આજે સવારે અલીપુરા ચોકડી પાસેથી તેઓ બંડી, ચડો પહેરી અનોખો વિરોધ કરી ચાલતા પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા.અત્યારે ભાજપ સરકાર છે અને તેઓ ભાજપના સમર્થક હોઈ છતાં તેઓને ન્યાય મળતો ન હોઈ તો સામાન્ય માણસ નું શુ ? તેવી ચર્ચા પંથકમાં જાગી છે.

મામલતદાર સાહેબો પૈસા લઈ લે છે કે ઉપરથી દબાણ આવે છે : જમીન માલિક

જમીન માલિક દિનેશ નાગરના બે વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં એક વિડિઓમાં તેઓ ચાલીને બજારમાં જાય છે તેમજ અન્ય વિડિઓમાં તેઓ અલીપુરા ચાર રસ્તા પર તેઓ જણાવી રહ્યા છે કે મને આજદિન સુધી ન્યાય નથી મળ્યો વારંવાર રજુઆત કરવા છતાં મામલતદાર સાહેબો પૈસા લઈ લે છે કે ઉપરથી દબાણ આવે છે તેનાથી મને ન્યાય નથી મળતો એ લોકોએ નાગાઈ કરી છે એટલે મેં આજે નાગો થઈ દોડવાનો છું અને હજુ થોડા કપડાં રહ્યા છે એ પાછા કાઢીશુ એનું કોઈ નક્કી ના કહેવાય..

જમીન માલિકે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચારતા અધિકારીઓમાં દોડધામ વધી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here