મહિસાગર જિલ્લાના કામદારોના પ્રશ્નો માટે મદ. મજૂર કમી. ગોધરાને સત્તા સોંપાતા આનંદની લાગણી

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલના કામદાર અગ્રણી અંબાલાલ ભોઈ જનાવે છે કે જીલ્લાઓના વિભાજન પહેલા ગોધરા ખાતે કામદારોના પ્રશ્નો ચલાવાતા હતા પરંતુ સરકારના તા ૦૧/૫/૧૭ ના જાહેરનામાં ને કારણે મહિસાગર જિલ્લાના કામદારોના પ્રશ્નો માટે વડોદરા ખાતે ની મદદનીશ શ્રમ આયુક્ત કચેરી ને સત્તાઓ આપતા મહિસાગર જિલ્લાના શ્રમયોગી ઓ ને છેક વડોદરા સુઘી લાંબું થવુ પડ્યુ હતુ કે અંગે ની સતત રજૂઆત પંચમહાલ જિલ્લા લેબર લોઝ પ્રેક્ટિસ એસોસિએશન ના પ્રમુખ એ.એસ. ભોઈ સમક્ષ મહિસાગર ના કામદારો દ્વારા કરાતા વારંવાર રજૂઆત કરતા સરકાર દ્વારા ખુલાસો થયો કે ગોધરા ને બદલે શરતચૂક થી વડોદરા લખાયું હોય સુધારવા માટે ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. સદરહુ બાબતે તા ૦૬/૦૭/૨૦ ના રોજ હડતાળ પાડી હતી અને ગાંધીનગર ખાતે રેલી સ્વરૂપે જઈ વિરોધ પ્રગટ કર્યો હતો. જેથી સરકાર દ્વારા ખાતરી આપતા તા ૦૮/૧૦/૨૦૨૦ ના રોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરી મહિસાગર જિલ્લાના શ્રમયોગી માટે ગોધરા ખાતે સત્તા મળતા સમગ્ર મહિસાગર જિલ્લાના શ્રમયોગી માં આંદન ની લાગણી વ્યાપી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here