બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોજવા ગામે દેશી દારૂનું વેચાણ કરતી મહિલાના ત્યાં જનતા રેડ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામે ઓરસંગ નદી કિનારે દારૂની ભઠ્ઠી પર જોજવા ના આ ગ્રામજનો મહિલા સાથે ૫૦થી વધુ વ્યક્તિઓ સાથે જનતા રેડ કરી હતી ત્યારે બોડેલી પોલીસને જાણ થતા બોડેલી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને દારૂ ભરેલા દારૂની દેશી પોટલીઓનો નાશ કર્યો હતો અને દારૂ બનાવવાનો વોશનો પણ મોટું જથ્થો પોલીસ તેમજ ગ્રામજનો એ નાશ કર્યો હતો ત્યારે બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા પોલીસે આ દેશી દારૂ વેચનાર અડા ચલાવનાર સુમિત્રાબેનને પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી મહિલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here