સુરતથી પોઈચા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલ પરિવારનો યુવાન નર્મદા નદીમા ડૂબ્યો…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

માતા પિતા ભાઈ બહેન અને બનેવી સાથે ત્રિવેણી સંગમ માં સ્નાન કરતા પાણી માં પરિવાર જનો ની નજરો સામે જ ગરકાવ થતાં પરિજનો માં ઘેરો શોક

કલાકો સુધી યુવાન ની નદી ના પાણી માં શોધખોળ પરંતું યુવાન નો કોઈજ પત્તો નહી

રાજપીપળા પાસે ના પોઇચા ખાતે ના નીલકંઠેશ્વર અને કુબેર ભંડારી મંદિર ખાતે દર્શન કરવા આવેલ સુરત ના પરિવાર જનો ની નજરો સમક્ષ જ પરિવાર નો વહાલસોયો નર્મદા નદી મા સ્નાન કરતા પાણી માં ડુબી જતાં પરિજનો માં ઘેરો શોક ફેલાયો હતો.

મળતી માહિતી અનુસાર મુળ મહારાષ્ટ્ર ના જલગાંવ જીલ્લા ના હલ સુરત ના પુણા ગામ ની શ્રીનાથજી સોસાયટી માં રહેતાં અને હેર પાર્લર ની ધંધો કરતા પવન કેશવલાલ સિનગીરે ઉ. વર્ષ.22 નાઓ નો તેના પરિવાર જનો માતા પિતા ભાઈ બહેન બનેવી સહિત પોઇચા ના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે તેમજ કુબેર ભંડારી મંદિર ખાતે દર્શન કરવા માટે આવ્યાં હતાં, જેઓ પોઇચા ખાતે આવી નર્મદા નદી ના ત્રિવેણી સંગમ ના કિનારે સ્નાન કરવા માટે નદી ના પાણી માં ઉતર્યા હતા ત્યારે પવન કેશવલાલ નામનો યુવાન નર્મદા નદી ના ઉંડા પાણીમાં જતા તેને તરતા આવડતુ ન હોય ને પાણી માં ગરકાવ થયો હતો, નદી કિનારે ઊભેલા તેના ભાઈ સહિત અન્ય પરિજનો સહિત અન્ય લોકો એ યુવાન ને ડૂબતાં જોતા બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતું યુવાન નદીના પાણી માં ગરકાવ થઇ ડુબી ગયો હતો, જેથી ભારે બુમરાણ મચી ગઇ હતી, નદી કિનારે તરવૈયાઓ પણ એકત્રિત થયા હતા અને પાણી માં ડૂબેલ યુવાન ને શોધવાની કોશિશ કરી હતી પરંતું યુવાન નો કોઈ પત્તો લાગ્યો નહોતો.

પરિવાર જનો પોતાના વ્હાલસોયા દીકરા ને નદી મા ડુબતા જોતા ભારે શોક માં ગરકાવ થયાં હતાં.આ મામલે રાજપીપલા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવાનની લાશ ની શોધખોળ આરંભી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here