કસ્બા જમાત મોડાસા સંચાલિત હુસૈનિ ક્લિનિક દવાખાનાનું ઉદઘાટન

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

તા.૨૮/૧૦/૨૦૨૨ રોજ કરવામાં આવ્યું. ઉદઘાટન પ્રસંગે હજરત પીરે તરીકત અલ્હાજ સૈયદ ફરીદ અહેમદસાહેબ પટૃન વાલા ભાઈજાને ઉપસ્થિત રહી ઉદઘાટન કર્યું હતું .જેમા કસ્બા સિપાઈ સમાજ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જમાતના પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કસબા વિસ્તારમાં સિપાઈ સમાજે દવાખાના ની નવિન પહેલ કરી સમાજ માટે ઉતમ ઉદાહરણ પૂરું પાડયું છે પ્રથમ નવીન દવાખાનું હોય તમામ લોકોએ આવકારી હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં સખી દાતાઓએ હોસ્પિટલ ના ખર્ચને પહોંચી વળવા આર્થિક મદદની પહેલ કરી હતી.દવાખાના માં નહીંવત ચાજૅ એટલે માત્ર ૧૦ રૂપિયા માં સારવાર આપવામાં આવશે.આ પ્રસંગે સિપાઈ સમાજ માં તૈયાર થઈ રહેલા ડૉકટર એન્જિનયરો ને યાદ કરવા માં આવ્યા હતાં.નવિન દવાખાના માં ડૉકટર સત્યવાન પટેલ સેવા ઓ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here