બોડેલી પાસે નર્મદા કેનાલ પર હાલમાં નવીન ચાલી રહેલી એકવાડેક વોલની કામગીરી પર અનેક સવાલો…

બોડેલી, ( છોટાઉદેપુર) ચારણ એસ વી :-

એક વર્ષ પેહલા ગયા ચોમાસામાં કરોડોના ખર્ચે બનેલા પાયાનુ ધોવાણ થતા ભ્રષ્ટાચાર થયાનો થયો હતો આક્ષેપ
જિલ્લા સહિત ઉપર વાસમાં વરસાદ પડે અને નદીમાં પાણી આવે તો સરકારના લાખ્ખો અને કરોડો રૂપિયા વેડફાઈ જાય..
બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી ઉપરથી પસાર થતી નર્મદા કેનાલના 12 મહિના પૂર્વે. 22 કરોડોના ખર્ચે બનાવેલા એકવાડેકના પાયા ધોવાયા હતા,
ત્યારબાદ ફરીથી સરકાર દ્વારા નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું
હાલમાં ચાલી રહેલી કામગીરીમાં પણ અનેક સવાલો જોવા મળી રહ્યા છે ચોમાસા પહેલા એકવોડેક વોલની કામગીરી પુર્ણ કરવાની હોય પણ ઘર ચોમાસામાં અનેક કામગીરી ચાલતી કેટલી યોગ્ય..
આખા વર્ષ સુધી આમાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં ન આવી અને ચોમાસાની શરૂઆતમાં ઓરસંગ નદીમાં આવી કામગીરી ચાલવી કેટલી યોગ્ય જિલ્લા સહિત ઉપર વાસમાં વરસાદ પડે અને નદીમાં પાણી આવે તો સરકારના લાખ્ખો અને કરોડો રૂપિયા વેડફાઈ જાય જેવા અનેક સવાલો લોકો કરી રહ્યા છે.
હમણાં ચાલતી કામગીરીને લઈને અધિકારીઓ સ્થળ પર આવીને ચકાસણી કરવી જોઈએ અને સારી ગુણવત્તાનું મટીરીયલ ઉપયોગ થયો છે કે કેમ એ તપાસ કરવી જોઈએ..!!
બોડેલીમાં ભારે વરસાદ થાય તો પુનઃ પાણી ભરાવાની સંભાવના…
છોટાઉદેપુર જિલ્લના બોડેલી ખાતે ગત વર્ષ ભયંકર વરસાદમાં પૂરની સ્થિતિનું પ્રથમ વાર નિર્માણ થયું હતું અને સમગ્ર બોડેલીને ખેદાન મેદાન કરી નાખ્યું હતું કરોડોના નુકસાનની સાથે સાથે જન જીવન પણ ખોરવાઈ ગયું હતું સદર ઘટના ઓરસંગ નદીમાં પાણી રોકવા માટે બનાવામાં આવેલ આડ બઁધ જેવી દીવાલના કારણે નદીમા પાણી ભરાવાના કારણે પાણી નગરમાં ભરાયું હતું અને બોડેલી જળ બમ્બાકાર થઈ ગયું હતું સદર ઘટનાથી નગર જનોમાં જીવ તાડવે ચોંટી ગયો હતો આડબંધની દીવાલ ટુટી જતા બોડેલી નગરમા પાણી ઓછુ થયુ હતુ પરંતુ હાલમાં બોડેલી નો તૂટેલી આડ બંધની દીવાલ પુનઃ બનાવામાં આવી રહ્યો છે તો શુ પુનઃ આવી ઘટના બનશે કે કેમ તેવા પ્રશ્ના પ્રજા માં ઉઠી રહ્યો છે.
ગત વર્ષ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓરસંગ નદીમાં પૂર આવ્યું હતું. જયારે નાની મોટી કોતરો ઓરસંગ નદીમાં ભેગા થતા બોડેલી ઓરસંગ નદી તરફ પાણી નો પ્રવાહ વધી જવાથી તથા આડ બંધ માં પાણી નો સ્ટોર થવાંથી પાણીના દબાણને કારણે આડ બઁધની પાળી તૂટી ગઈ હોય જે બોડેલીના નીચાણ વાડા વિસ્તાર રજા નગર, દીવાન ફળિયા જેવા અનેક વિસ્તાર માં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ નવું ટેન્ડર બહાર પાડી તંત્ર દ્વારા લાખો ના ખર્ચે આડ બંધની દીવાલ ની કામગીરી પૂર જૉશમાં ચાલી રહી છે. બનાવામાં આવેલ આડ બંધની દીવાલ મજબૂત અને પાણીનો નિકાલ થાઈ વર્ષો સુધી કાંકરી પણ ખરે નહિ અને વર્ષો વર્ષ ચાલે તેમ પ્રજા ઈચ્છી રહી છે.
ચોમાસુ બેસવાની શક્યતાઓ જણાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. સદર ડેમની કામગીરી પ્રમાણે યોગ્ય પ્રમાણમાં થાય તો પ્રજાને નુકસાન પોહચે નહિ. છેલ્લા ચાર વર્ષથી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું નથી પરંતુ ઘોડાપુર આવે તો તેની સામે આડ બઁધની દીવાલ મજબૂત ટકી રહે તે રીતના બનાવી જોઈએ. તેમ લોકમુકે ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here