કાલોલના રે.સ.નં.૧૦૧૦ વાળી વિવાદિત જમીનમાં પ્રાંત કલેકટરે આખરી નિકાલ સુધી રેવન્યુ રેકર્ડ તથા સ્થળે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા જાહેર કર્યો કામચલાઉ મનાઇ હુકમ…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ ખાતે આવેલ રે.સ.નં.૧૦૧૦ વાળી વિવાદિત જમીનને લઈને તા-27/09/2021ના હુકમ એન.બી.રાજપુત જી.એ.એસ નાયબ કલેક્ટર,ગોધરા પ્રાંત,ગોધરા મુંબઇ ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮ ની કલમ ૭૪ હેઠળ મળેલ સત્તાની રૂએ મોજે.કાલોલ,તા.કાલોલના સ.નં.૧૦૧૦ વાળી જમીન બાબતે દાખલ થયેલ જમન/ગણત/રીવીઝન/એસ.આર.નં.૧૮/૨૦૨૧ ના આખરી નિકાલ સુધી વિવાદીત જમીનમાંં રેવન્યુ રેકર્ડ તથા સ્થળે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા કામચલાઉ મનાઇ હુકમ કરવવામાં આવ્યો છે. નાયબ કલેકટરશ્રી ગોધરા પ્રાંતના ગોધરાના તા.૨૭/૦૭/૨૦૨૧ ના સુધારા હુકમ નંબર ગણત/૭૪/કેસ નંબર ૮/૨૦૨૧ ના હુકમ મુજબ કુષિપંચ અને અધિક મામલતદાર કાલોલના હુકમ નંબર ગ.ઘા.ક.૧૮/૮૪ તા.૨૦/૦૬/૧૯૮૭નો નિર્ણય રદ કરેલ હોય રેકર્ડ મુળ સ્થિતિમા લાવવાનું થાય છે. જેથી મુળ માલિકી કુબેરદાસ કાળીદાસનું નામ ઠરાવવામાં આવેલ હતુ પરંતુ તારીખ 27/09/2021હાલ નાયબ કલેકટર દ્વારા ના આખરી નિકાલ સુધી વિવાદીત જમીનમાંં રેવન્યુ રેકર્ડ તથા સ્થળે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા કામચલાઉ મનાઇ હુકમ કરવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here