બોડેલી તાલુકા સેવા સદન પાસે ટ્રકના ચાલે કે બાઈકને અડફતે લેતા બાઈક સવાર મહિલાનું મોત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીના સેવાસદન ની પાછળ આવેલી જલાદીપ સોસાયટી માંથી નીકળી પોતાના ગામ સુંદરપુરા જઈ રહ્યા હતા તે સમયે સેવાસદન પાસે ટ્રક ચાલકે બાઈક ને અડફતે લેતા અકસ્માત સર્જાયો હતો

અકસ્માતની ઘટનાનીમાં બાઈક ચાલક અને સવાર મહિલા ને ગંભીર ઇજા થતા 108 મારફતે બોડેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર માં સારવાર માટે ખાસેડવામાં આવ્યા જેમાં મહિલા ના બન્ને પગ પર ટ્રક ના તોતિંગ પૈડાં ફરી વડ્યા હતા જેને લઈ મહિલા તરબદા ઉષાબેન અમૃતભાઈ નુ સારવાર દરમિયાન મોત નીપજ્યું
અમૃતભાઈ ભીખાભાઈ તરબદા જેઓ ને માથા ના ભાગે ઇજા થઈ હતી સંખેડા તાલુકા ના સુંદરપુરા ગામ ના રહેવાસી છે અને બોડેલી સેવાસદન પાછળ આવેલી જલાદીપસોસાયટી માં રહે છે જયારે અમૃતભાઈ ભીખાભાઈ તરબદા શિક્ષક તરીકે બીલીયા પ્રાથમિક શાળા માં ફરજ બજાવે છે આજે સવારના સમયે તેઓ તેઓની પત્નીને બેસાડીને ફરજ પર જઈ રહ્યા હતા અને પત્નીને ખેતર મુકવા જઈ રહ્યા હતા સવારના સમયે કાળમુખી ટ્રક ના તોટીંગ પેંડા મહિલા ના બંને પગ પર ફરી વળતા મહિનાનું મોત પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યારે બોડેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી બોડેલી સેવાસદન પાસે સ્પીડ બ્રેકર મુકવા લોક માંગ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here