બોડેલી તાલુકા સહિત સમસ્ત છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કેસોમાં ચિંતા જનક વધારો…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કેસોમાં ચિંતા જનક વધારો થઇ રહ્યો છે ત્યારે બોડેલી ગ્રામપંચાયતના તલાટી ક્રમ મંત્રી કેસર સિંહ તડવીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં કોરોના નો ભરડો યથાવત જોવા મળી રહ્યો છે બોડેલી ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી કેશરસિંહ તડવી કોરોના સંક્રમિત થતા તેઓને બોડેલીની ખાનગી હોસ્પિટલમા સારવાર માટે લઈ જવાયા હતા ત્યાર બાદ તેઓને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હતા. અને તેઓની તબિયત વધુ લથડતા કોરોનાની સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.સરકારી કર્મચારીઑ મા પણ ફફડાટ ફેલાયો છે. જેને લઈ બોડેલી ગ્રામપંચાયતના સ્ટાફ તેમજ પરિવારજનોમાં શોકનુ મોજું ફરી વળ્યું હતું બોડેલી તાલુકામાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ કેસ બોડેલી તાલુકામાં નોંધાયા છે. બોડેલી તાલુકા માં કેસો વધતા લોકો વધુ કાળજી લે તે ખૂબ જરૂરી બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here