બોડેલી : છોટાઉદેપુર મત વિસ્તાર જન સંવાદ બોડેલી સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે કોંગ્રેસ પ્રદેશ શક્તિસિંહ ગોહિલ અધ્યક્ષ સ્થાને યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ચાચક સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ શક્તિસિંહ ગોહિલ ની અધ્યક્ષ સ્થાને હાથ સે હાથ જોડો જન સંવાદ કાર્યક્રમ બોડેલી સર્કિટ હાઉસ ખાતેથી બોડેલી અલીપુરા ચાર રસ્તા થી બજાર ના મેન રોડ થી બાઈક રેલી કાઢી બોડેલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ સરપંચો અને હોદ્દેદારો ની મોટી સંખ્યામાં જનમેદની ને સંબોધન કર્યું હતું. અગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી ની પૂર્વે તૈયારીઓના ભાગરૂપે સ્વામિનારાયણ મંદિર સભાખંડમાં ભારે ઊંમટી પડેલી ભીડને શક્તિસિંહ ગોહિલે સભાને સંબોધતા ભારત સરકારને અને ગુજરાત સરકારને આડે હાથે લેતા અનેક સવાલો કર્યા હતા ત્યારે દિવસ અને દિવસે મોંઘવારી એ માજા મૂકી છે. અમારી સરકારોમાં રાંધણ ગેસ પેટ્રોલ ડીઝલ ના ભાવો નિયંત્રણમાં હતા ત્યારે વર્તમાન સરકારમાં ગરીબ અને મધ્યમ વર્ગની કમર ભાગી પડે તેટલો કમર તોડ વધારો થઈ રહ્યો છે. આ વર્તમાન સરકાર ગરીબોની નહીં પરંતુ ઉદ્યોગપતિ ઓ ની છે. હાલમાં બોડેલી ખાતે વડાપ્રધાન મોદી આવ્યા હતા તો આદિવાસી જિલ્લાઓને સુ આપ્યું અને પાવીજેતપુરના ભારજ પૂલ ના પાયા બેસી ગયા ને લઇ લોકો મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે ત્યારે પૂલ નું નામ પણ લીધું ન હતું. અને ત્યારે આ વર્તમાન સરકારમાં સરકારી કર્મચારીઓ વધુમાં વધુ આંદોલન કરતાં જોવા મળ્યા છે. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ સરકાર ને ઉખાડી ફેકવી પડશે એવા આકરા પ્રહારો કર્યા હતા અને કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી ની કામે લાગી જાઓ છોટાઉદેપુર દાહોદ વલસાડ ભરૂચની તમામ લોકસભા કોંગ્રેસ ની જીત નક્કી છે તે મ જણાવ્યું હતું હાથ સે હાથ જોડો કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત રહેલા. સચિવ ઉષાબેન નાયડુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી , ભારત જોડો યાત્રાના કન્વીનર ઇન્દ્રનીલ રાજગુરુ, પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા, સંગ્રામ રાઠવા માઈનોર રેટી ના પ્રમુખ અમજદ પઠાણ અને મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here