બોડેલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા બોડેલી બસ સ્ટેન્ડમાં હોડિંગ પડતા વીજ વાયરો તથા વીજપોલ ધરાસાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા બોડેલી બસ સ્ટેન્ડમાં હોડિંગ પડતા વીજ વાયરો તથા વીજપોલ ધરાસાઈ થયો તેમજ બોડેલી ગામમાં કન્યા શાળા પાસે ઝાડ પણ પડી ગયુ હતુ કોઇ જાણ હાની થઈ ન હતી બોડેલી થી ડભોઇ રોડ ઉપર સંખ્યાબંધ ઝાડ પડવાથી રસ્તો બ્લોક થઈ ગયો હતો અને વાહન ચાલક અટવાયા હતા ડભોઇ રોડ ઉપર વાહન ની કતાર લાઇનો જોવા મળી હતી અને બોડેલીમાં વીજળી પ્રવાહ ખોળવાયો હતો આજે બોડેલીમાં સવારે 9:00 વાગ્યાની આસપાસ વાવાઝોડાસાથે વરસાદ પડતા ક્યાંક જગ્યાએ મકાનોના પતરા પણ ઉડી ગયા હતા બોડેલી મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક આવી બોડેલી બસ સ્ટેન્ડ મા આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક કામ ગીરી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here