બોડેલી તાલુકાના રનભુન ગામે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અધ્યક્ષસ્થાને “વિકસીત ભારત સંકલ્પ યાત્રા’નું સ્વાગત કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના રનભુન ગામે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અધ્યક્ષસ્થાને “વિકસીત ભારત સંકલ્પ યાત્રા’નું સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે “વિશ્વ જમીન દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
“વિશ્વ જમીન દિવસ” નિમિત્તે દ્વારા જમીનની ગુણવત્તા જાળવવા માટીના નમુના લઇ પ્રયોગશાળામાં ચકાસણી કરવામાં આવી.સોઈલ હેલ્થ કાર્ડ બનાવી જમીનની ફળદ્રુપતા વધારવા ખેડૂતોને તેમના ખેતરમાં ખૂટતા જ ખનીજ તત્વો ઉમેરવાની માહિતી આપવામાં આવી. આ સાથે પ્રાકૃતિક કૃષિનું મહત્વ તથા તાજેતરમાં આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલુ થયેલ ટ્રેકટર સહાય યોજનાનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. ખેતીવાડી શાખા દ્વારા નેનો યુરિયા કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. યાત્રા અંતર્ગત ખેડૂતોએ સરકારશ્રીની યોજનાઓનો બહોળી સંખ્યામા લાભ લીધો હતો. ગ્રામ્યજનોએ શોર્ટ ફિલ્મ નિહાળી હતી. વિકસીત ભારત સંકલ્પ યાત્રા દ્વારા ઘરઆંગણે સરકારી લાભો મળતા હોવાથી ગ્રામ્યજનોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here