રાજપીપળા છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે નર્મદા જીલ્લા કિશાન મોર્ચાએ કબડ્ડી સ્પર્ધા યોજી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ખેડુતો સહિત સ્પર્ધકો એ કબડ્ડી સ્પર્ધા મા ઉત્સાહ ભેર ભાગ લીધો

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કિસાન મોરચા
દ્વારા નર્મદા જીલ્લા કિશાન મોર્ચા ને સુચના અને માર્ગદર્શન મળતા નાદોદ વિધાનસભાની કબડ્ડી પ્રતિયોગીતા આજરોજ રાજપીપળા ખાતે ની છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળા ના ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ હતી.

રાજપીપળા ખાતે કિસાનો માટે યોજાએલ કબડ્ડી સ્પર્ધા મા સ્પર્ધકો ને પ્રોત્સાહિત કરવા નર્મદા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ , નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમજીભાઇ તડવી, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ વનિતાબેન ,કિસાન મોરચાના મહામંત્રી આશિષભાઈ પટેલ ,કિસાન મોરચાના નર્મદા જિલ્લાના પ્રભારી છે કાંતિભાઈ અને કમલેશભાઈ સહિત ભાજપા મહામંત્રી નીલ રાવ સહિત ના હોદ્દેદારો હાજર રહ્યા હતા

પ્રદેશ ભાજપા દ્વારા દરેક વિધાનસભા બેઠક દીઠ કાર્યક્રમ આપેલ હોય નાદોદ વિધાન સભાની કબડ્ડી પ્રતિયોગીતા આજરોજ યોજાઇ હતી જેમાં સ્પર્ધકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here